મતદાન જાગૃતિ:શહેરમાં ત્રણ સ્થળોએ સેલ્ફી ઝોન ઉભા કરાયા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવાનો સેલ્ફી લઇ અન્યોને મતદાન કરવા અંગે જાગૃત કરશે
  • ભાવનગરમાં સ્માર્ટ બજાર, હિમાલીયા મોલ તેમજ અકવાડા લેક ફ્રન્ટ ખાતે આ સેલ્ફી ઝોન સુવિધા ઉભી કરાઈ

ભાવનગર શહેરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લામાં ફર્સ્ટટાઇમ વોટર એટલે કે યુવાઓના મતદાનમાં સમગ્ર રાજ્યમાં બીજા નંબરે રહ્યુ છે ત્યારે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા યુવાઓને મતદાન કરવા અંગે પ્રેરિત થવા નવતર અભિગમ હાથ ધરવામાં આવેલ છે. ભાવનગર શહેરમાં આવેલ વિવિધ ત્રણ સ્થળો પૈકી કલેક્ટર કચેરીની સામે આવેલ સ્માર્ટ બજાર, હિમાલીયા મોલ તેમજ અકવાડા લેક ફ્રન્ટ ખાતે આ સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવ્યાં છે.

ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખ દ્વારા કલેક્ટર કચેરી સામે આવેલ સ્માર્ટ બજારમાં ઉભુ કરાયેલ સેલ્ફી ઝોનની મુલાકાત લીધી હતી. ભાવનગર શહેરનાં વિવિધ ત્રણ સ્થળોએ સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવેલ છે. જેમાં યુવાનો પોતે મતદાન કરવા અંગેની સેલ્ફી લઇ અન્યોને પણ મતદાન કરવા અંગે જાગૃત કરશે. ભાવનગરમાં ખાસ કરીને 18 અને 19 વર્ષના જે મતદારો પ્રથમ વખત મતદાન કરવાના છે તેઓને પ્રોત્સાહિત કરવા માટે ભાવનગર શહેરમાં ત્રણ સ્થળોએ સેલ્ફી ઝોન ઊભા કરાયા છે. આ સેલ્ફી ઝોનથી યુવા મતદારોમાં મતદાન માટે જાગૃતિ વધશે.

અન્ય સમાચારો પણ છે...