અનુકૂળતા મુજબ પરીક્ષા યોજવા માગ:આત્મનિર્ભર શાળા સંચાલક મહામંડળે ઓફલાઇન વર્ગો શરૂ કરવા અને પરીક્ષાઓ પોતાની અનુકૂળતાએ યોજવા માગ કરી

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર મંજૂરી આપે એ માટે જિલ્લા શિક્ષાધિકારીને આવેદનપત્ર આપ્યું

સ્વનિર્ભર શાળા સંચાવક મહામંડળ-ગુજરાતના નેજા હેઠળ ભાવનગર શહેર-જિલ્લામાં સેલ્ફ ફાઈનાન્સ શાળાઓ ધરાવતા સંચાલકો દ્વારા ઓફલાઇન વર્ગો અને સત્રાંત પરીક્ષાઓ પોતાની અનુકૂળતા મુજબ યોજવા સરકાર મંજૂરી આપે એ માટે જિલ્લા શિક્ષાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.

રાજ્યભરમાં આવેલ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીને સંબોધતુ આવેદનપત્ર ડીઈઓને સોપ્યું હતું. જે અંતર્ગત ભાવનગર શહેર-જિલ્લા સેલ્ફ ફાઈનાન્સ શાળા સંચાલકો દ્વારા ડીઈઓને આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્રમાં એવો ઉલ્લેખ કર્યો છે કે વૈશ્વિક સ્તરે અનેક નિષ્ણાતોએ જણાવ્યું છે કે હવે આવનારા સમયમાં કોરોના મહામારીની ત્રીજી લહેરની કોઈ સંભાવના નથી, આથી નોનગ્રાન્ટેડ શાળાઓમાં સરકારી તથા મેડિકલ વિભાગની ગાઈડલાઈન મુજબ ધોરણ 1 થી 5ના વર્ગો શાળાઓમાં ઓફલાઇન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે અને તાજેતરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

તમામ શાળાઓમાં એક જ સાથે અને એક કજ સમયે સત્રાત પરીક્ષાઓ યોજવામાં આવે જેમાં દરેક નોનગ્રાન્ટેડ શાળાઓ દ્વારા અભ્યાસક્રમમાં અલગ અલગ સિલેબસ પૂર્ણ કર્યાં હોય અને ટેકનિલ તથા થિયરીકલ રીતે એક જ સાથે અને એક જ સમયે પરિક્ષા યોજવી શકય નથી, આથી નોનગ્રાન્ટેડ શાળાઓને પોતાની અનુકૂળતા મુજબ પરીક્ષાઓ યોજવાની મંજૂરી આપવામાં આવે અને આ પરિપત્ર જાહેર કરતાં પૂર્વે નોનગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળને વિશ્વાસમાં લીધું નથી. આથી પોતાની રીતે પરીક્ષા લેવા છૂટ આપવામાં આવે એવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...