તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાળાનો વિકાસ:40 પ્રાથમિક અને 10 માધ્યમિક શાળાની સ્કુલ ઓફ એક્સેલન્સમાં થયેલી પસંદગી

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરના દરિયા કિનારા અને ગ્રામ્ય કક્ષાની શાળાનો થશે વિકાસ
  • સરકારી શાળાઓને ડિજિટલ સુવિધાથી સજ્જ કરાશે : આજે માર્ગદર્શન

સરકારી શાળાના બાળકોને વૈશ્વિક કક્ષાનું શિક્ષણ પ્રદાન કરવા અને શાળાઓમાં ડિજિટલ સુવિધા વિકસાવવા સરકાર દ્વારા મિશન સ્કુલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો છે જેમાં ભાવનગર જિલ્લાની 40 પ્રાથમિક શાળા તેમજ 10 માધ્યમિક શાળાની પસંદગી કરવામાં આવી છે. જે શાળાના બાળકોને આગામી દિવસોમાં સર્વાંગી વિકાસની તાલીમ આપવામાં આવશે.

સરકારી શાળાના બાળકોમાં અનેક પ્રતિભાઓ છુપાયેલી હોય છે. જેને બહાર લાવવા સાથે સરકારી શાળાઓને વર્લ્ડ ક્લાસ બનાવવાના હેતુસર સરકાર દ્વારા આરંભાયેલા સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ હેઠળ અનેક બાળકો અને સ્કૂલને પણ ફાયદો થશે.

શિક્ષણ વિભાગ, SSA ગાંધીનગર તથા GCERTના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી કાર્યશિબિર અંતર્ગત દરેક તાલુકાની 4 પ્રાથમિક શાળા તથા 1 માધ્યમિક અથવા ઉચ્ચતર માધ્યમિક શાળા પસંદ કરાયેલ છે. જેમાં ભાવનગર જિલ્લાની 40 પ્રાથમિક શાળાઓમાં ગૌરીશંકર પ્રાથમિક શાળા નંબર 65, માઢીયા, પરવડી, ઘોઘા કન્યાશાળા, અનેક પ્રવૃત્તિમાં અગ્રેસર દરિયાકિનારાની હાથબ પ્રાથમિક શાળા, ઝાંઝમેર, બોરડા, જાળીયા, સથરા, દડવા સહિતની પ્રાથમિક શાળાઓ તેમજ સીદસર મોડેલ સ્કૂલ, પડવા સ્વામિનારાયણ વિદ્યાલય, તલગાજરડા મોડલ સ્કૂલ, વલભીપુર નવાગામ શાળા સહિતની 10 માધ્યમિક શાળાની પસંદગી કરવામાં આવી છે.

પસંદગી કરાયેલી 50 શાળાઓના આચાર્યોની આવતીકાલે તારીખ 6 ને બપોરે 1 કલાકે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ખાતે માર્ગદર્શન શિબિરનું પણ આયોજન કરાયું છે. આ તમામ શાળાઓમાં જરૂરી તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર,ડિજિટલ સુવિધા, લાઈબ્રેરી, સ્માર્ટ ક્લાસ, કમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ પણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે. જેથી ગામડામાં અને દરિયા કિનારાની શાળાઓને આધુનિક સુવિધાથી સજ્જ કરી બાળકોને વિશ્વ સ્તરીય શિક્ષણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...