નવતર પ્રયોગ:જિલ્લા કક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણાના શિક્ષક સતત આઠમી વખત પોતાનું ઇનોવેશન રજૂ કરશે
  • ઝવેરચંદ​​​​​​​ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઈ દ્વારા સાઇકલ ડ્રાઇવીંગ સ્કુલનો નવતર પ્રયોગ

જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય અને શિક્ષકો ને પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે જિલ્લા કક્ષાએ થી શરૂ કરી રાજ્ય કક્ષા સુધી અને પ્રાથમિક થી પ્રશિક્ષણ સંસ્થાઓ સુધીના શિક્ષક મિત્રો માટે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલનુ આયોજન થતું હોય છે.

ભાવનગર જિલ્લાની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા cycle dravig school નામનો નવતર પ્રયોગ પસંદગી પામતાં આ શિક્ષક સતત આઠમી વખત પોતાનું ઇનોવેશન રજૂ કરશે.

નવી શિક્ષણ નીતિ અને ભાર વગરનુ ભણતર અને મૂલ્ય શિક્ષણ ઉપર વધુ ઘ્યાન આપી બાળકોનાં સર્વાંગીણ વિકાસ માટે કરેલા નૈતિક પ્રયત્નો દ્વારા ખુબ સારું પરિણામ મળેલ છે. સતત આઠમાં વર્ષે આ શિક્ષકે પોતાના નવતર પ્રયોગની ઇનિંગ શરૂ રાખી છે.સતત આઠ વર્ષનો અનુભવ અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં પ્રાધ્યાપકોનાં માર્ગદર્શનથી નાથાભાઈ એન ચાવડાને રાજ્ય કક્ષાએ પણ પોતાનાં નવતર પ્રયોગ વિદ્યા ક્લિનિકની પસંદગી થયેલી.

રજામાં પણ શાળામાં બાળઆનંદની પ્રવૃત્તિઓ
સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ થાય તે હેતુ માટે રજાનાં દિવસોમાં પણ બાળ આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. ધોરણ એક થી આઠ સુધીનાં બાળકો આખો મહિનો શાળામાં આવે અને એકપણ ગેહાજરીનાં રાખે તેવા બાળકોને રવિવારના દિવસે સાઇકલ ચલાવવા મળે. સાથો સાથ ટ્રાફિકનાં નિયમોની પણ સમજ આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...