ચૂંટણી આવી:છ દિવસમાં બીજી સ્ટેન્ડીંગ, 29 પૈકી 19 તો રોડના કામો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના વાગેલા પડઘમે કોર્પોરેશનને દોડતું કર્યું, સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ.11.29 કરોડના રોડના કામોને બહાલી અપાશે

વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગતા કોર્પોરેશનના શાસકો પણ ફટાફટ વિકાસ કાર્યો હાથ પર લઈ મંજૂરીની મહોર લગાવી રહ્યા છે. હજુ ચાર દિવસ પહેલા જ મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મુખ્ય 30 કાર્યો ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી 30 કાર્યો મંજુર કર્યા હતા ત્યાં આગામી 20મી ઓક્ટોબરના રોજ મળનાર સ્ટેન્ડિંગમાં રૂ.11.29 કરોડના માત્ર રોડના જ કાર્યોને બહાલી અપાશે.ચૂંટણી જાહેર થાય તે પૂર્વે જેટલા શક્ય બને તેટલા વધુ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવાની દોડધામ કોર્પોરેશનમાં થઈ રહી છે.

આગામી તારીખ 20ના રોજ મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં ફુલ 29 કાર્યોનો નિર્ણય થવાનો છે તે પૈકી 19 કાર્યો તો માત્ર રોડ અને પેવિંગ બ્લોકના જ છે. કુંભારવાડા, બોરતળાવ, ઘોઘા સર્કલ, દક્ષિણ સરદાર નગર, હિલડ્રાઈવ, ચિત્રા ફુલસર, દક્ષિણ સરદાર નગર, તખ્તેશ્વર અને પિરછલ્લા સહિતના વિસ્તારોમાં કુલ રૂ.11.29 કરોડના રોડ, પેવિંગ બ્લોક, વાઈડનીંગ સહિતના 19 કાર્યોને મંજૂરી અપાશે. તદુપરાંત લીઝ હોલ્ડ પ્લોટને ઉપયોગ ફેર કરવા અને લીઝ રિન્યું કરવા સહિતના 29 કાર્યોનો નિર્ણય કરાશે.

અન્ય સમાચારો પણ છે...