તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:મેડિકલ,ડેન્ટલ, આયુર્વેદિક, 7763 બેઠકો પર સીટનું એલોટમેન્ટ કરાયું

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5298ને મેડિકલમાં પ્રવેશ ફાળવાયો
  • 5 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી થશે

ભાવનગર સહિત રાજ્યભરની મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથીની 100થી વધુ કોલેજોમાં પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે. જેમાં અત્યાર સુધીમાં 7,763 વિદ્યાર્થીઓને બેઠકોની ફાળવણી કરવામાં આવી છે. જ્યારે જે કોલેજોને હજી માન્યતા નથી મળી તેમાં હવે પછીના તબક્કામાં સમાવી લઇ તેમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાશે.

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ, હોમિયોપેથીની 100થી વધુ કોલેજોની 12,000થી વધુ બેઠકો પર કુલ 7763 વિદ્યાર્થીને સીટ એલોટમેન્ટ કરાયું છે, જે વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે તે વિદ્યાર્થીઓમાંથી 243 વિદ્યાર્થીઓએ ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે. બીજી તરફ 27મી નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધીમાં પ્રવેશ કાર્યવાહીમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરાશે. જે 7763 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાયું છે, તે વિદ્યાર્થીઓમાંથી 5298ને મેડિકલમાં, 1219ને ડેન્ટલમાં, 432ને આયુર્વેદિકમાં તથા 814ને હોમિયોપેથી કોર્સમાં શૈક્ષણિક વર્ષ 2020-21ના વર્ષ માટે સીટ એલોટમેન્ટ કરાયું છે.

જે કોલેજોને માન્યતા હજુ સુધી મળી નથી તેવી કોલેજોમાં માન્યતા આવશે તે પછીના રાઉન્ડમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે. આ વર્ષે મેડીકલ ફેકલટીમાં 12000થી વધુ બેઠકો ઉપલબ્ધ છે. તેમાં 7700થી વધુ બેઠકોનીજ ફાળવણી કરવામાં આવી છે જ્યારે બાકીની બેઠકો માટે હજી કોલેજોને માન્યતા મળી નથી.

અન્ય સમાચારો પણ છે...