ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી તા.20 એપ્રિલને બુધવાર તેમજ તા.21 એપ્રિલને ગુરૂવાર, બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભર ઉનાળે ચૈત્ર માસમાં માવઠાની આગાહીથી કૃષિ પાકને નુકશાની થવાની સંભાવના છે. ભાવનગર ઉપરાંત રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં બે દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે.
ભર ઉનાળાનો ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે ત્યારે હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ હળવો વરસાદ પવન સાથે આ બે દિવસ આવવાની શકયતા છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા-મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, વડોદરા અને ભરૂચનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં ભાવનગર ઉપરાંત રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ બુધ અને ગુરૂવારે વરસશે તેવી આગાહી કરતા ઉનાળુ પાકને નુકશાન થવાની ભીતિ સર્જાઈ છે. જેથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.