• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Seasonal Disturb: Afternoon And Night Temperatures Rose, With Maximum Temperature In The City Rising To 32.1 Degrees And Minimum Temperature Rising To 22.8 Degrees After The Clouds Appeared.

સાવધાન:ઋતુચક્ર ડિસ્ટર્બ : બપોર અને રાત્રે તાપમાન વધ્યું, વાદળો વિખાયા બાદ શહેરમાં મહત્તમ તાપમાન 32.1 ડિગ્રી અને લઘુત્તમ ઉષ્ણતામાન વધીને 22.8 ડિગ્રી થયુ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં વાતાવરણ નો બદલાવ શ્વાસનાં રોગો , હાર્ટ એટેક અને સ્ટોર્ક તેડી લાવશે

નવેમ્બરના તૃતિય સપ્તાહના આરંભમાં આમ તો ભાવનગર શહેરમાં રાત્રે ઠંડીનો આરંભ થઇ જતો હોય છે પણ આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પરિણામે શહેરમાં શિયાળુ ઋતુચક્ર ડિસ્ટર્બ થઇ ગયું હોય તેમ આજે બપોર અને રાત્રે તાપમાનમાં ઘટાડાને બદલે વધારો નોંધાયો છે. શહેરમાં બપોરે તાપમાન વધીને 32.1 ડિગ્રી સેન્ટીગ્રેડને આંબુ ગયુ છે જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. જ્યારે પવનની ઝડપ થોડી ઘટીને 12 કિલોમીટર નોંધાઇ હતી. ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાનો પારો 30.9 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયો હતો જે આજે વધીને 32.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો હતો. વાદળો વિખાતા હવે સૂર્યપ્રકાશ ખિલ્યો છે.

શહેરમાં આમ તો શિયાળાના આગમને કહેવાય છે કે વાદળો વિખાતા ઠંડીનું જોર વધે છે પણ વાદળો વિખાતા આ વખતે ઠંડીનું જોર ઘટ્યું છે. શહેરમાં 24 કલાક અગાઉ લઘુત્તમ ઉષ્ણતામાન 22 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું તે આજે વધીને 22.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું હતુ. જ્યારે શહેરમાં હવામાં ભેજનું પ્રમાણ ગઇ કાલે 64 ટકા હતુ તે આજે ઘટીને 59 ટકા થઇ ગયું તો શહેરમાં પવનની ઝડપ ગઇ કાલે 16 કિલોમીટર નોંધાયેલી તે આજે ઘટીને 12 કિલોમીટર થઇ ગઇ હતી.

ઉત્તર પૂર્વનાં હિમાચ્છાદિત પર્વતોની હીમ વર્ષની અસર ગુજરાત સુધી જોવા મળી છે અને અહીં શિત લહેર ફરી વળી છે. ભાવનગર માં અત્યારે બપોર નાં સમયે હૂંફાળું ગરમ વાતાવરણ જોવા મળે છે.સતત હવામાન બદલાઈ રહ્યું છે તેનાથી ઘણું બધું ક્રિસ્ટલ (કણ) ફોર્મેશન જોવા મળતું હોય છે. જેના લીધે ધુમ્મસ પણ બનતી હોય છે. આગામી દિવસોમાં વાતાવરણનો બદલાવ શ્વાસનાં રોગો , હાર્ટ એટેક અને સ્ટોર્ક તેડી લાવશે.

શ્વાસ નાં રોગિષ્ઠ અને વૃદ્ધોને તકલીફ વધશે
વારંવાર વાતાવરણમાં ફેરફાર થતા હોવાથી આરોગ્ય પર પણ ખૂબ માઠી અસરો જોવા મળે છે. ધુમ્મસ નાં લીધે શ્વાસ અને શ્વસન તંત્ર ને લગતી ઘણી તકલીફો થઈ શકે છે. અસ્થમા અને ન્યૂમોનિયા થયો હોય તેવા લોકોને વધુ મુશ્કેલી થશે. વાતાવરણની સાથે બદલાવ લાવવામાં વૃદ્ધો નું શરીર ઝડપી નથી હોતું માટે તેઓને બ્લપ્રેશરની તકલીફ , હાર્ટ એટેક અને સ્ટ્રોક થવાની શકયતા ખૂબ વધુ છે. - ડો.રાજીવ ઓઝા, ફીઝીશિયન

અન્ય સમાચારો પણ છે...