નિર્ણય:ભાવનગર-બોટાદ ટ્રેનમાં સિઝન ટિકિટ ધારકોને મંજૂરી, ભાવનગર રેલવે ડિવિઝનની 6 ટ્રેનોમાં સગવડતા

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર રેલવે ડિવિઝનની 6 ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરીnમુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ તાત્કાલિક અસરથી ભાવનગર ડિવિઝનની 6 ટ્રેનોમાં સિઝન ટિકિટ ધારકોને મુસાફરી કરવાની મંજૂરી આપી છે. જેમાં ભાવનગર બોટાદ પેસેન્જર ટ્રેન નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે

(1). ટ્રેન નંબર 09549 ભાણવડ - પોરબંદર પેસેન્જર (2). ટ્રેન નંબર 09550 પોરબંદર-ભાણવડ પેસેન્જર (3). ટ્રેન નંબર 09551 ભાણવડ – પોરબંદર પેસેન્જર (4). ટ્રેન નંબર 09552 પોરબંદર – ભાણવડ પેસેન્જર (5). ટ્રેન નંબર 09504 ભાવનગર – બોટાદ પેસેન્જર (6). ટ્રેન નંબર 09571 બોટાદ – ભાવનગર પેસેન્જર મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે મુસાફરી દરમિયાન સ્થાનિક/રાજ્ય વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલ COVID-19 પ્રોટોકોલનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...