કાર્યવાહી:શિવરંજની કોમ્પલેક્સમાં બીયુ મંજૂરી વગરની 12 દુકાનો સીલ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડીંગ યુઝ પરમીશનનો ખોટો લેટર બનાવી સરકારી રેકોર્ડ સાથે ચેડા કર્યા

ભાવનગર સહિત ગુજરાત રાજ્યમાં બીયુ પરમીશન અને ફાયર એન.ઓ.સી વગરની મિલકતો સામે હાઇકોર્ટની કડકાઈ બાદ આજે રવિવારે રજાના દિવસે પણ કોર્પોરેશને કાર્યવાહી કરીને શહેરના સિદસર રોડ પર આવેલા શિવરંજની કોમ્પલેક્સમાં 12 દુકાનોને સીલ માર્યા હતા. ભાવનગર શહેરમાં ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કરેલા સર્વે બાદ બીયુ પરમીશન લીધી ના હોય તેવી મિલકતોને નોટીસ આપ્યા બાદ કડક કાર્યવાહી શરૂ કરી છે.

ભાવનગર શહેરમાં બીયુ મંજૂરી વગરના સામે કાર્યવાહી સતત શરૂ છે. જેમાં આજે સિદસર રોડ પર શિવરંજની ફ્લેટના બિલ્ડરે મંજુર થયેલ પ્લાન મુજબ બાંધકામ નહીં કરી દુકાનદારો અને મકાન માલિકો દ્વારા બીયુ પરમીશનની અવારનવાર માગણી કરતા બિલ્ડર સતપાલસિંહ ગોહિલ દ્વારા પોતે બિલ્ડીંગ યુઝ પરમીશનનો ખોટો લેટર બનાવી સરકારી રેકોર્ડ સાથે ચેડા કરતા કોર્પોરેશન દ્વારા ખરાઇ કરવામ‍ાં બહાર આવ્યું હતું.

શિવરંજનીમાં બિલ્ડર દ્વારા બીયુ પરમીશન લીધેલું નહીં હોવાથી આજે કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવ્યા હતાં. સીલ મારવાની કાર્યવાહી શરૂ રાખવામાં આવતા બીયુ મંજૂરી વગરના મિલકતમાલિકોમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. હવે મિલકતને સીલથી બચાવવા માટે દોડધામ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...