કાર્યવાહી:સિહોર, વલ્લભીપુર સહિતની 6 સ્કુલ, 5 હોસ્પિટલને સીલ

ભાવનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવ. ડિવિ. ફાયર ઓફિસર દ્વારા કાર્યવાહી
  • ફાયર સેફ્ટીમાં ગંભીર બેદરકારી દાખવતી સરકારી હોસ્પિ., શાળાઓ સામે કાર્યવાહી

ભાવનગર ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ દ્વારા ફાયર સેફટી નો અભાવ વાળી તેમજ ફાયર noc મેળવ્યું ન હોય તેવી સરકારી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હોસ્પિટલોને સીલ મારવાની કામગીરી યથાવત રાખી હતી. સિહોર, વલભીપુર, વિસાવદર, વેરાવળ અને ચોરવાડમાં 6 સ્કુલ અને 5 હોસ્પિટલોને સીલ માર્યા હતાં.

ભાવનગર ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ દ્વારા આજે સિહોર સી.એસ.સી., વલભીપુર સી.એચ.સી., વિસાવદર સી.એચ.સી.અને ગવર્મેન્ટ સ્કૂલ, ગવર્મેન્ટ હોસ્પિટલ, કન્યા વિદ્યાલય તેમજ બોયઝ હાઈસ્કૂલ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ આઇટીઆઇ અને વેરાવળ ફિશરીઝ કોલેજ તેમજ ચોરવાડ સી.એચ.સી.ને ફાયર સેફટીમાં ગંભીર બેદરકારી દાખવવા બદલ સીલ મારવામાં આવ્યા હતા.

ખુદ ફાયર બ્રિગેડ વિભાગની જ ગંભીર બેદરકારીને નજર અંદાજ કરી શકાય નહીં. ડિવિઝનલ ફાયર ઓફિસરની ટીમ દ્વારા નગરપાલિકા વિસ્તારની ગવર્મેન્ટ તેમજ ખાનગી હોસ્પિટલો, સ્કૂલને ફાયર સેફટીનો અભાવ હોવાથી સીલ મારવામાં આવે છે પરંતુ કોર્પોરેશન વિસ્તારમાં સરકારી અને ખાનગી મિલકતોમાં ફાયર સેફટીનો અભાવ હોવા છતાં દુર્ઘટનાની રાહ જોઈ બેઠું છે.

અન્ય સમાચારો પણ છે...