કાર્યવાહી:હિલપાર્ક-નવાપરામાં 20 દુકાનો સીલ

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીયુ પરમીશન વગરની બિલ્ડીંગો સામે કાર્યવાહી યથાવત રાખી

ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ અને ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજે પણ બીયુ પરમીશન ન હોય તેવી બિલ્ડીંગોને સીલ મારવાનું અાજે પણ યથાવત રાખ્યું હતું અને આજે હિલપાર્ક ચોકડી અને નવાપરા ખાતે દુકાનોને સીલ માર્યા હતાં.શહેરના નવાપરા વિસ્તારમાં ગંગાજળીયા તળાવ પોલીસ સ્ટેશન સામે અાવેલા યાસીનબાગ એપાર્ટમેન્ટમાં બીયુ પરમીશન મેળવ્યા વગર ઉપયોગ કરતા હોવાથી 12 દુકાનોને સીલ માર્યા હતાં.

જ્યારે હિલપાર્ક ચોકડી ખાતે સિદસર રોડ પર શ્રેયા આર્કેડમાં પણ 8 દુકાનોને સીલ મારવામાં આવ્યા હતાં. કોર્પોરેશન દ્વારા બીયુ પરમીશન વગરની બિલ્ડીંગોને સીલ મારવાનું શરૂ રાખ્યું છે જે મારા તારા વગર અને રાજકીય ઓથવાળાને પણ બાંધછોડ વગર તટસ્થ રીતે સીલીંગની કાર્યવાહી કરવામાં આવે તેવું પણ લોકો ઈચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...