કાર્યવાહી:સ્ક્રેપ ધંધાર્થીની ખોટી વેરાશાખ ભોગવવા માટે ધરપકડ કરાઇ

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વિદેશ ભાગતી વખતે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયા
  • SGSTએ દરોડો પાડી ~12 કરોડની​​​​​​​ ગેરરીતિ પકડી હતી

અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાંથી નિકળતા ભંગારના ધંધા સાથે સંકળાયેલા વ્યવસાયકારની ખોટી વેરાશાખ લેવાના કેસમાં ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા 2 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. અલંગમાં આવેલી એકોસ્ટ ઇમ્પેક્સ પ્રા.લિ. પેઢીના ડિરેક્ટર હિરણ્ય દેસાઇ દ્વારા સ્ક્રેપના ખોટા બિલો આપી અને ખોટી રીતે વેરા શાખ ભોગવી રહ્યા હોવાની પૂર્વ બાતમીના આધારે ભાવનગર સ્ટેટ જીએસટીના અન્વેષણ વિભાગ દ્વારા અગાઉ રેડ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન પેઢીમાંથી 12 કરોડની ખોટી વેરાશાખ મેળવવામાં આવી હોવાનું ખુલ્યુ હતુ. પરંતુ હિરણ્ય દેસાઇ ફરાર થઇ ગયા હતા.ફરાર હિરણ્ય દેસાઇને પકડવા માટે સંબંધિત સરકારી વિભાગો દ્વારા તેઓની વિરૂધ્ધમાં લૂક આફ્ટર નોટિસ જાહેર કરવામાં આવી હતી.

દરમિયાન, હિરણ્ય દેસાઇ બુધવારે અમદાવાદ એરપોર્ટથી વિદેશ ભાગી જવાની પેરવી કરી રહ્યા હતા ત્યારે ઇમિગ્રેશન એજન્સી દ્વારા ચકાસણી કરતા તેઓ ફરાર હોવાનું ફલીત થયુ હતુ. અને સ્થળ પર ધરપકડ કરી સ્ટેટ જીએસટીને સોંપી દેવામાં આવ્યા હતા.સ્ટેટ જીએસટી દ્વારા હિરણ્ય દેસાઇની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવતા, તેઓની પાસેથી મહત્વપૂર્ણ કડીઓ મેળવવાની બાકી હોવાની દલીલના આધારે કોર્ટ દ્વારા તેઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...