તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યુ:શહેરના સંસ્કાર મંડળ નજીક સ્કુપ ઘુવડ પક્ષી જોવા મળ્યું, રેસ્ક્યુ કરી વિક્ટોરિયા પાર્ક ખાતે મુકાયુ

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્કુપ આઉલ યાયાવર પક્ષીઓમાનું એક છે,જે પાકિસ્તાનથી શિયાળામાં ભારત આવે છે

ભાવનગર શહેરના સંસ્કાર મંડળ વિસ્તારમાં ભાગ્યે જ જોવા મળતું સ્કુપ ઘુવડ જોવા મળ્યું હતું.રાજહંસ નેચર ક્લબ દ્વારા તેનું રેસ્ક્યું કરી વિક્ટોરિયા પાર્ક ખાતે મૂકવામાં આવ્યું છે.તે પંખી યાયાવર પક્ષીઓમાનું એક છે,જે મોટાભાગે પાકિસ્તાનથી શિયાળામાં ભારત તરફ આવે છે.નેચર ક્લબના યશપાલ વ્યાસે જણાવ્યું કે, સ્કુપ આઉલ સામાન્ય રીતે તે આ પ્રકારે જોવા મળતું નથી.તે ખૂબ જ એક્ટિવ બર્ડ માનવામાં આવે છે. અમે તેનો બચાવ કરીને કુદરતી વાતાવરણમાં છોડી દીધું છે.તે એક્ટિવ થતાં મસ્તક નજીક 2 કલગી પણ જોવા મળી હતી.ભાવેણાનો પંખી વારસો આગળ વધે તે માટે સ્કુપ આઉલ જોવા મળ્યું તે સમાચાર આનંદદાયક છે.ગીરના જંગલમાં પણ તે ભાગ્યે જ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...