એજ્યુકેશન:વિજ્ઞાન પ્રવાહથી સામાન્ય પ્રવાહનું બે ગણુ વધુ રિઝલ્ટ

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોકરીઓએ છોકરાઓને પાછળ રાખી દીધા
  • પૂરક પરીક્ષામાં ધો.12 વિ.પ્ર.નું પરિણામ 29.29 ટકા રહ્યું તો સા.પ્ર.નું પરિણામ 62.72 ટકા રહ્યું

ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતુ. જેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ 29.29 ટકા રહ્યું છે જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરીક્ષાનું પરિણામ 62.72 ટકા રહ્યું છે. એટલે કે વિજ્ઞાન પ્રવાહની તુલનામાં સામાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની ટકાવારી બમણાથી પણ વધી ગઇ છે.

ધો.12 સાયન્સમાં 12250 હાજર અને તેમાં 3588 પરીક્ષાર્થીઓ હાજર એટલે કે 29.29 ટકા પરિણામ રહ્યું છે. જાતિ મુજબ પરિણામમાં છોકરાઓમાં એ ગ્રુપમાં કુલ 2037 પૈકી 1844 પરીક્ષાર્થી હાજર હતા અને તે પૈકી 600 પાસ થતા પરિણામની ટકાવારી 32.54 ટકા રહી છે. જ્યારે બી ગ્રુપમાં 4734 પૈકી 4350 હાજર હતા તે પૈકી 1213 છોકરાઓ પાસ થતા પાસીંગની ટકાવારી 27.89 ટકા રહી છે. જ્યારે છોકરીઓમાં એ ગ્રુપમાં કુલ 501 પૈકી 421 પરીક્ષાર્થીઓ હાજર હતા તે પૈકી 139 પાસ થતા ટકાવારી 33.02 ટકા તેમજ બી ગ્રુપમાં કુલ 6765 છોકરીઓ પૈકી 5634 હાજર હતા અને તે પૈકી 1636 પાસ થતા પરિણામની ટકાવારી 29.04 ટકા રહી છે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં જાતિવાર પરિણામમાં છોકરાઓમાં કુલ 24,690 નોંધાયેલા તે પૈકી 22763 હાજર રહ્યા તેમાંથી 13398 પરીક્ષાર્થીઓ હાજર રહેતા પરિણામની ટકાવારી 58.86 ટકા રહી છે. જ્યારે છોકરીઓમાં કુલ 16192 પૈકી 14453 હાજર હેલા અને તેમાં 9962 પાસ થતા છોકરીઓમાં પરિણામની ટકાવારી 68.93 ટકા રહી છે. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 29 વિકલાંગ પરીક્ષાર્થીઓને 20 ટકાએ પાસીંગનો લાભ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...