એજ્યુકેશન:ધો.10ના ફોર્મ ભરવામાં શાળાઓ નાપાસ : સુધારો કરવા તાકીદ

ભાવનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં સુધારા ઓનલાઇન મોકલી આપવા સુચના અપાઈ
  • ગણિત વિષયમાં ઓનલાઈન ફોર્મ ભરવામાં ભૂલ કરી હોવાનું ખુલતા સુધારવા માટે પરીક્ષા વિભાગ દ્વારા શાળાઓને આદેશ આપવામાં આવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10ના વર્ષ 2022ના ઓનલાઈન આવેદપત્રો ભરવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને તેમાં ધોરણ 10ની ગણિત વિષયની સ્ટાન્ડર્ડ અને બેઝિક પૈકી એક વિષય પસંદ કરવો અને ઓનલાઈનમાં એ વિષયના અલગ-અલગ કોડ જેવા કે 12 અને 18 એમ લખવું, વિદ્યાર્થીના ઓનલાઈન આવેદન પત્ર ભરતા પહેલા એ ગણિતમાંથી વિદ્યાર્થી જે ગણિત રાખવા માંગતો હોય તો તેની પસંદગી પ્રમાણે ઓનલાઇન આવેદનપત્રમાં દર્શાવવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ આવેદનપત્રો ભરવામાં ભૂલો જણાતા શાળાઓને તમામ આધાર પુરાવા લઈને કચેરીના મેઇલ એડ્રેસ ssc10exam2022@gmail.com પર મોકલી આપવા જણાવાયું છે. ભાવનગર સહિત રાજ્યભરની સેંકડો શાળાઓએ આ ભૂલ કરી છે.

માર્ચ 2020 ના ધોરણ 10ના ઓનલાઈન આવેદનપત્રોના ડેટા ચકાસતા વર્ષ 2022 પહેલાંના વિદ્યાર્થીઓએ ગણિત(12) વિષય ઉપસ્થિત રહ્યા હોય અને ઉત્તીર્ણ થયા હોય તેવા ઉમેદવારોના ઓનલાઈન આવેદન પત્રમાં ગણિત(12)માં Examption હોય પરંતુ કેટલીક શાળાઓએ બેઝિક ગણિત 18મા Exemption દર્શાવેલ છે.

માધ્યમિક શાળાના રીપીટર વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં Exemption દર્શાવવામાં ભૂલ થઇ હોય તેના તમામ આધાર પુરાવો લઈને તારીખ 18 ફેબ્રુઆરી સુધી રૂબરૂ બોલાવવામાં આવેલ પરંતુ હાલમાં શાળા કક્ષાએ સત્રાંત પરીક્ષા ચાલતી હોવાથી આવા વિદ્યાર્થીઓ ના કિસ્સામાં શાળાઓએ રીપીટર વિદ્યાર્થીના અગાઉના ગુણપત્રક ચકાસી શાળાના લેટરપેડ અને ઓનલાઈન આવેદન પત્ર ની પ્રિન્ટ પરથી ગણિત વિષયમાં જ્યાં સુધારવાનું છે ત્યાં લાલ શાહી વાળી પેન થી સુધારો કરીને કચેરીના મેઇલ એડ્રેસ ssc10exam2022@gmail.com પર મોકલી આપવા બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે.

વધુમાં કોઈ ઉમેદવારોને બેઝિક ગણિત કે સ્ટાન્ડર્ડ ગણિત દર્શાવવામાં કે પસંદગી કરવામાં ભૂલ થઈ હોય તો ઓનલાઈન આવેદનપત્રની નકલ ચકાસીને જો સુધારો કરવા પાત્ર હોય તો આવેદનપત્રની પ્રિન્ટ પર લાલ પેનથી સુધારો કરી લેટરહેડ સાથે આવેદન પત્રની નકલ સહી સિક્કા કરાવીને બોર્ડની કચેરીના મેઇલ એડ્રેસ ssc 10 exam 2022 @ gmail. com પર બે દિવસમાં મોકલી દેવા તાકીદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...