એજ્યુકેશન:બોર્ડની પરીક્ષા માટે શાળા અને શિક્ષકોની નોંધણી કરાવવી પડશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેબસાઇટ પર ઓનલાઇન પ્રક્રિયા કરી શકાશે
  • આગામી તા.9 નવેમ્બરે સ્કૂલ રજીસ્ટ્રેશન અને 10 નવેમ્બરે શિક્ષક રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કરવાની રહેશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાની પ્રક્રિયા દિવાળી વેકેશન બાદ શરુ થશે. પરંતુ બોર્ડના ફોર્મ ભરાયા અગાઉ સ્કૂલ રજીસ્ટ્રેશન અને પરીક્ષણ માટે ટીચર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજીયાત કરાવવી પડશે. દિવાળી બાદ તા. 9 નવેમ્બરે સ્કૂલ રજીસ્ટ્રેશન અને 10 નવેમ્બરે ટીચર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત પૂર્ણ કરવી પડશે.

ચાલુ વર્ષે નોંધાયેલી તમામ નવી શાળાઓએ નવેસરથી રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જૂની શાળાઓએ માહિતી અપડેટ કરાવવી પડશે. સ્કૂલ રજીસ્ટ્રેશનમાં ધોરણના ચાલુ વર્ગોના માધ્યમવાર વિદ્યાર્થીઓની સંખ્યા અચૂક ભરવાની રહેશે તથા શાળાનું નામ અને સરનામાની ખરાઈ કરવી પડશે. આ માટે schoolreg.gseb.org પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ટીચર રજીસ્ટ્રેશનમાં શિક્ષકોની માહિતી અપડેટ કરાવવી પડશે. નવા નિમણૂંક થયેલા શિક્ષકો ઉમેરવા, છુટા થયેલા, રીટાયર્ડ, રાજીનામું આપેલા શિક્ષકો સહિતની તમામ માહિતી અપડેટ કરવાની રહેશે તેમ ડીઇઓ એન.જી.વ્યાસે જણાવ્યું છે.

આ માહિતી ભરતી વેળાએ પૂરતી ચોકસાઇ રાખીને શિક્ષકોના અનુભવ અને વિષય અંગે પણ જણાવવું પડશે. આ માટે teacherreg.gseb.org વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તેમ બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે. ખાસ કરીને શાળાનો ઇન્ડેક્સ નંબર અને જિલ્લાના કોડનો ઉલ્લેખ હવે બદલાયો છે. શાળા કક્ષાના નંબર 3 ડિજીટથી વધારીને ચાર ડિજીટ કરાયા છે. જેમ કે જૂનો ઇન્ડેક્સ નંબર 01.001 હતો તે હવે 01.0001 થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...