તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુર્હત:પાળીયાદના બાબરકોટ ગામ પાસે વિહળ ઈન્ટરનેશનલ વિદ્યાપીઠ નામની સ્કુલનું ખાતમુર્હત કરાયું

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાળીયાદ જગ્યાના મહંત પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા તેમજ પાળીયાદ જગ્યાના સંચાલક પૂ.ભયલુબાપુના શુભ હસ્તે ખાતમુર્હત કરવામા આવ્યુ હતું.

બોટાદ જીલ્લાના પાળીયાદ ગામે આવેલી જગવિખ્યાત પૂજ્ય શ્રી વિસામણબાપુની દેહાણ જગ્યા વિહળધામના ખૂબ શ્રધ્ધાળુ સેવકગણ તરાઘરા ગામના નાગજીભાઈ ચાંદપરા તેમજ ચાંદપરા પરિવાર દ્વારા બોટાદ પાળીયાદ રોડ પર બાબરકોટ ગામ પાસે વિહળ ઇન્ટરનેશનલ વિધાપીઠ નામની સ્કુલનું નિર્માણ કાર્ય શરૂ કર્યું છે.

આ તકે સ્કૂલનું ખાતમુર્હત પાળીયાદ જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ ના શુભ હસ્તે તેમજ હાલ મા જેમને ગુજરાત સંત સમિતિમાં સ્થાન આપવામાં આવેલી જગ્યાના સંચાલક પૂ.ભયલુબાપુના શુભ હસ્તે કરવામા આવ્યું હતું.

આ પ્રસંગે નિમિતે જગ્યાનાં સાધુઓ અને મર્યાદિત સેવકગણ જેમાં નાગજીભાઇ ચાંદપરા, લક્ષ્મણભાઈ મોકાણી, ગીરધરભાઈ પ્રજાપતિ, લાલભાઈ પટેલ, પોપટભાઈ તથા મહાજન પાંજરાપોળનાં સભ્યો હાજર રહ્યા હતા. આ સંપૂર્ણ વિધિ શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા શાસ્ત્રી દવે અજયભાઈ સામવેદી દ્વારા પૂર્ણ કરવામાં આવી. પુ.નિર્મળાબા દ્વારા આ તકે નાગજીભાઈનાં પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આશીર્વાદ આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...