શિક્ષણ:શિષ્યવૃતિ પરીક્ષાના આવેદનપત્રો 17 જાન્યુઆરી સુધી ભરી શકાશે

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરીક્ષા માટે ફી 18 જાન્યુઆરી સુધી ભરી શકાશે
  • પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ આવેદન પત્ર ભરવાની તારીખમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરાયેલો વધારો

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષાના આવેદનપત્રો ભરવા માટેનો સમયગાળો લંબાવવાનો નિર્ણય રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા 2021 માટેના લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટેના આવેદનપત્રો www.seb.exam.org. પર તારીખ 28 ડિસેમ્બર થી 11 જાન્યુઆરી દરમિયાન ઓનલાઈન ભરવાના ચાલુ છે આ આવેદનપત્રો હવે તારીખ 17 જાન્યુઆરી સુધી ભરી શકાશે અને ઓનલાઈન તારીખ 18 જાન્યુઆરી સુધી ભરી શકાશે.

રાજ્ય પરીક્ષા દ્વારા જાહેર કરાયેલી એક પરિપત્ર મુજબ પરીક્ષા ફી માટે ઓનલાઇન સમયગાળો તારીખ 17 જાન્યુઆરી અને પરીક્ષા માટેની ફી ઓનલાઇન ભરવાનો સમયગાળો 18 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ના પ્રાથમિક શાળા દ્વારા ભરાયેલા આવેદનપત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કે શાસનાધિકારીની કચેરીમાં 24 જાન્યુઆરી સુધી જમા કરાવવાના રહેશે આ જ રીતે માધ્યમિક શિક્ષણ પરીક્ષા ના ભરાયેલા આવેદનપત્રો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં 24 જાન્યુઆરી સુધી જમા કરાવવાના રહેશે.

આ આવેદન પત્રોની ચકાસણી કરીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આપવામાં આવેલા લોગીન પર એપ્રૂવ કરવાની અંતિમ તારીખ 28 જાન્યુઆરી રાખવામાં આવી છે. ડીઓ કચેરીના રાજુભાઈ ભટ્ટે જણાવ્યું છે કે પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષાના આવેદન પત્રોની હાર્ડ કોપી રાજ્ય પરીક્ષા બોર્ડ માં જમા કરાવવાની અંતિમ તારીખ 31 જાન્યુઆરી રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...