એજ્યુકેશન:શિષ્યવૃત્તિ પરીક્ષાના ફોર્મ 15 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.6 અને ધો.9ના વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે
  • રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઓનલાઇન ફી ભરવાનો સમયગાળો પણ લંબાવીને 17 સપ્ટેમ્બર કરાયો

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી પ્રાથમિક અને માધ્યમિક કક્ષાની શિષ્યવૃત્તિ પરીક્ષા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનો આરંભ થઈ ગયો છે. જિલ્લા શિક્ષણાધિકારી કે.વી.મિયાણીના જણાવ્યા મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા માટેના લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટેના આવેદનપત્રો વેબસાઈટ www.sebexam.org પર તા. 22 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધીમાં ભરવાના હતા પરંતુ હવે આવેદનપત્ર ભરવાનો તેમજ ઓનલાઈન ફી ભરવાનો સમય ગાળો લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આવેદનપત્રો તા. 15 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે અને ઓનલાઇન ફી તા. 17 સપ્ટેમ્બર સુધી કરી શકાશે જેની તમામ સંબંધીતોને નોંધ લેવી.

પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધો. 6માં સરકારી, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આપી શકશે અને ધો.5માં ઓછામાં ઓછા 50 ગુણ કે જેની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જરૂરી છે.

માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા ધો. 9માં સરકારી, લોકલ બોડી શાળાઓ, ગ્રાન્ટેડ કે નોંધ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આપી શકશે અને આ વિદ્યાર્થીઓએ ધો. 8ની પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ કે તેની સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો જરૂરી છે. તેજસ્વી વિદ્યાર્થીઓ જે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ ભણતા હોય તેઓની માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ કસોટી લેવામાં આવે છે. જેમાં ધો.6 અને ધો.9ના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવામાં માટે લાયક ગણાય છે. હવે આ પરીક્ષા માટે 15મી સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...