ચૂંટણી:મતદારની સ્લીપ બારકોડ સ્કેન કરવાથી તમામ માહિતી ખુલશે

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મતદારની દરેક વિગતો માત્ર સ્કેન કરવાથી મળી જશે

આ વખતે ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદાર માહિતી સ્લીપ આપવાને બદલે ટેકનોલોજીના આ યુગમાં ઇલેક્શન પંચે પ્રથમવાર બારકોડેડ મતદાર માહિતી સ્લીપ આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધીમાં મતદારોને ફોટા વાળી મતદાર માહિતી આપવામાં આવતી હતી.

હવે ટેકનોલોજીના આ યુગમાં ચૂંટણી પંચે પ્રથમ વાર 1800000 બારકોડેડ મતદાર માહિતી આપવાનો નિર્ણય કરેલ છે. અને આ નવા પ્રકારની સ્લીપ જોતા મતદારોને પણ નવાઈ લાગી રહી છે. આ માહિતી સ્લીપના બારકોડ સ્કેન કરતાં સાથે જ મતદારની સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર જોવા મળે છે.

જેમાં મતદારનું નામ, મતદાર ઓળખ પત્ર નંબર, ભાગ નંબર, વિધાનસભા મત વિસ્તાર, મતદારનો ક્રમાંક, ભાગનું સરનામું, મતદાન મથકનું નામ, સીઈઓની વેબસાઈટ, સીઈઓ કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર 1950 સહિતની વિગતો દર્શાવવામાં આવી છે. તદ્દઉપરાંત મતદાન મથકનો ગુગલ મેપ પણ આપવામાં આવ્યો છે. આ બારકોડને સ્કેન કરવા માટે મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરતાની સાથે જ ચૂંટણી કાર્ડની વિગત દ્રશ્યમાન થશે.

બારકોડ કઈ રીતે સ્કેન કરશો?
સૌપ્રથમ તમારા મોબાઇલ ફોનમાં વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યાર બાદ તમને મળેલ સ્લીપને એપ્લીકેશન ઓપન કરી સ્કેન કરો. જેનાથી તમારી બધી વિગતો ખુલશે. ત્યાર બાદ તમારે કયા વિસ્તારમાં મત આપવા જવાનું છે તેનો ગૂગલ મેપ ખુલશે.

અન્ય સમાચારો પણ છે...