તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:SBIની B&O કચેરી પુન: ભાવનગર ખાતે ફાળવાઇ

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (એસબીઆઇ)ની ભાવનગરમાંથી સ્થળાંતર થયેલી બેંકિંગ એન્ડ ઓપરેશન (બીએન્ડઓ) શાખા પુન: ભાવનગરમાં ફાળવવામાં આવતા મોટા વ્યવસાયો અને શિપબ્રેકિંગ ઉદ્યોગને સાનુકુળતા સાંપડી છે. બેન્કિંગ એન્ડ ઓપરેશન તળે મોટા વ્યવસાયો અને ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન શિપબ્રેકિંગ વ્યવસાયના આર્થિક વ્યવહારો સંકળાયેલા હોય છે.

આ કચેરી રાજકોટ તબદીલ થઇ જવાથી ઉદ્યોગકારોને અનેક વખત રાજકોટના ધક્કા થતા હતા.સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા બેંકિંગ એન્ડ ઓપરેશન (બીએન્ડઓ)ની 6 શાખા ગુજરાતમાં શરૂ કરવાનો નિર્ણય લેવામાં અાવ્યો છે, તે પૈકી ભાવનગરને પણ એક શાખા ફાળવવામાં આવી હોવાનું એસબીઆઇ સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. આગામી મે માસથી બેંકિંગ એન્ડ ઓપરેશન (બીએન્ડઓ) શાખા ભાવનગર ખાતે પુન: શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો