તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ:4545 છાત્રોને હાથોહાથ ડિગ્રી આપતા 1.81 લાખની બચત

ભાવનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાકીના 12,111 વિદ્યાર્થીઓને પોસ્ટ દ્વારા આગામી મહિનાઓમાં ડિગ્રી છાત્રોને પહોંચાડવામાં આવશે

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ. દ્વારા તાજેતરમાં પદવીદાન સમારોહ નું આયોજન કર્યા બાદ હાથોહાથ જે વિધાર્થીઓને ડિગ્રી લેવી હોય તેમને આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આ ડિગ્રી વિતરણ ની વ્યવસ્થા નો 4545 લોકોએ લાભ લીધો છે. ગુજરાત માં સૌપ્રથમ ભાવનગર યુનિ. દ્વારા પદવીદાન સમારોહ નાં 25 દિવસ ની અંદર આટલા બધા વિદ્યાર્થીઓને ડિગ્રી પહોંચાડવાની આ પ્રથમ ઘટના છે.

એમ.કે.બી.યુ. ખાતે કુલ 16 હજાર 656 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ડિગ્રી લેવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા. જ્યારે આ વિદ્યાર્થીઓ માંથી ઘણા લોકોએ હાથોહાથ ડિગ્રી લઈ લીધી છે. બાકીના 12 હજાર 111 જેટલા વિદ્યાર્થીઓ ને હવેના મહિનાઓમાં પોસ્ટ દ્વારા ડિગ્રી મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા હાથોહાથ ડિગ્રી લઈ જવાની વ્યવસ્થા અંગે ખૂબ સારો પ્રતિસાદ આપવામાં આવ્યો છે. કોઈપણ એક વિદ્યાર્થી ને પોસ્ટ દ્વારા ડિગ્રી પહોંચાડવામાં યુનિ. ને 40 રૂપિયાનો ખર્ચ થાય છે. માટે 4545 વિદ્યાર્થી લેખે 1 લાખ 81 હજાર 800 રૂપિયા ની બચત ની રકમ નો વિદ્યાર્થી કામોમાં ઉપયોગ કરવામાં આવશે તેવું કુલપતિ દ્વારા કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો