ક્રિકેટ:BCCIની અંડર-25 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના સુકાની હાર્વિક દેસાઇએ સદી ફટકારી

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીસીસીઆઇ દ્વારા આયોજીત અંડર-25 ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાવનગરના ખેલાડી અને સૌરાષ્ટ્રના સુકાની હાર્વિક દેસાઇની શાનદાર સદીના સહારે સૌરાષ્ટ્રની ટીમે પોંડીચેરીને પરાસ્ત કર્યુ છે.

ચંડીગઢ ખાતે રમાઇ રહેલી ટુર્નામેન્ટમાં પોંડીચેરીના સુકાનીએ ટોસ જીતી સૌરાષ્ટ્રને પ્રથમ બેટિંગ કરવાનું નિમંત્રણ આપ્યુ હતુ. સૌરાષ્ટ્રની ટીમે નિર્ધારીત 50 ઓવર્સમાં 5 વિકેટે 314 રન નોંધાવ્યા હતા. જેમાં સુકાની હાર્વિક દેસાઇએ 133 દડામાં 13 ચોક્કા અને 4 છગ્ગાની સહાયતાથી 133 રન, ઇનફોર્મ બેટધર તરંગ ગોહેલે 39 દડામાં 9 ચોક્કા અને 2 છગ્ગાની સહાયતાથી 55 રન, હેત્વિક કોટકે 42 રનનું યોગદાન આપ્યુ હતુ.

પોંડીચેરીની ટીમ 35.4 ઓવર્સમાં 191 રને ઓલઆઉટ થઇ ગઇ હતી. લોગેશના 67 રન,પારસ રત્નપારખેના 58 રન મુખ્ય હતા. પાર્શ્વરાજ રાણાએ 5 વિકેટો, આદિત્યસિંહ જાડેજાએ 3 વિકેટો ખેડવી હતી.

અન્ય સમાચારો પણ છે...