ભાવનગર સાથે સૌરાષ્ટ્ર સમાચારનો અદ્વિતીય સંબંધ:વિશ્વનિયતા અને તટસ્થતાનો સરવાળો એટલે સૌરાષ્ટ્ર સમાચાર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુદેશ પરમાર, સુરભી પરમાર અને પરેશ ત્રિવેદીએ ગીતોની રમઝટ બોલાવી પોતાની ગાયિકીથી સૌ કોઇને ડોલાવ્યા
  • સ્વર, સૂર અને તાલની મ્યુઝિકલ ઇવેન્ટની સાથે મહાનુભાવોની ઉપસ્થિતીમાં 2021-22ના વાર્ષિક ગ્રાહકો માટે ઇનામી ડ્રો યોજાયો

ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર સમાચારોની વિશ્વનિયતા અને તટસ્થતામાં છેલ્લાં 58 વર્ષથી અડીખમ છે. ભાવનગર સાથે સૌરાષ્ટ્ર સમાચારનો અદ્વિતીય સંબંધ છે અને વાચકો કોઇ પણ પ્રશ્નના ઉકેલ માટે સૌરાષ્ટ્ર સમાચાર પ્રત્યે વિશેષ આશા રાખતા હોય છે. ભાવનગરના સર્વાંગી વિકાસ માટે આ અખબાર સતત સક્રિય છે અને સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી, ઔદ્યોગિક, વેપાર-ધંધા વિગેરે તમામ પાસાઓના વિકાસ માટે આ એક એવું વર્તમાનપત્ર છે જે વર્ષોથી અખબારી ધર્મ નિભાવી રહ્યું છે

તેમ આજે ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચારના વર્ષ 2021-22ના વાર્ષિક ગ્રાહક ઇનામી ડ્રોના અવસરે ઉપસ્થિત મહેમાનોએ જણાવી આ અખબારના ઇનામી ડ્રોની પારદર્શિતાની ભરપૂર સરાહના કરી હતી. આ વખતે સૌથી મોટી વિશેષતા એ રહી હતી કે આ ઇનામી ડ્રોની સાથે ગીત-સંગીતની મહેફિલ યોજાઇ હતી. જેમાં સ્વર, સૂર અને તાલના સથવારે આ ડ્રોમાં આવેલા સૌ કોઇ ઝૂમ્યા હતા.

આજે શિવશક્તિ હોલ ખાતે યોજાયેલા ડ્રોમાં જ્યુરી સભ્યો મેહુલભાઇ વડોદરિયા, ડો.અતુલભાઇ શાહ, કુલદીપસિંહ ચુડાસમા અને એજન્ટના પ્રતિનિધિ તરીકે પરાગભાઇ ઠક્કરે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર સમાચારના ભાસ્કર સાથેના જોડાણને 18 વર્ષ થયા છતાં સૌરાષ્ટ્ર સમાચારે પોતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખ્યું છે.

આજે પણ ભાવનગરમાં કોઇ પણ લોકપ્રશ્ન આવે ત્યારે આ એક એવું અખબાર છે જે તેના ઉકેલ માટે નિર્ભિકપણે મેદાનમાં આવે છે, અભિયાન ચલાવે છે અને જ્યાં સુધી યોગ્ય ઉકેલ ન આવે ત્યાં સુધી તે પ્રશ્ન પાછળ રહે છે. વળી ગમે તેવા ચમરબંધી હોય તેની સામે આ અખબાર ક્યારે ઝૂક્યુ નથી. રાજકીય પક્ષાપક્ષી કે વહાલાદવલાની નીતિથી પર રહીને તટસ્થતાપૂર્વક પોતાનો મત રજૂ કર્યો છે અને લોકોને ન્યાય અપાવ્યો છે.

ભાસ્કર ગ્રુપના ગુજરાતના વાઇસ પ્રેસિડેન્ટ અનિલસિંગે જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્ર સમાચાર સાથે તેના વાચકોનો જે નાતો છે તે જોઇને ભાસ્કર જૂથે આ અખબારના કલેવરમાં કોઇ ફેરફાર કર્યો નથી. દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગરે સૌ કોઇને શુભકામના આપી હતી. સૌરાષ્ટ્ર સમાચારના એક્ઝિક્યુટિવ એડિટર તારકભાઇ શાહે આ વખતના ડ્રોની મ્યુઝિક્લ પાર્ટી સાથે યોજવાના છે તે વિશેષતા વર્ણવી બ્યુરોના સંચાલકો, એજન્ટ અને ફેરિયાઓને આવકારતા જણાવ્યું હતુ કે આ આપણો પારિવારિક મેળાવડો છે. સુવિખ્યાત ગાયક સુદેશ પરમાર અને સુરભી પરમારે એક એકથી ચડિયાતા ગીતો ગાયા હતા અને ગીતોની સાથે ઉપસ્થિતોને ઝૂમાવ્યા હતા. સાથે ગરબા પણ રમાડ્યા હતા.સંચાલક પરેશ ત્રિવેદીએ પણ ગીતો રજૂ કર્યા હતા.

સુદેશ પરમારના ગીતો મારૂં મન મોર બની થનગાટ કરે, મેં હું ડોન, કુમકુમના પગલા થયા, રામદેવ પીર બાપાનો હેલો, મોગલ માતા અને મહાદેવજીની સ્તૂતિના ગાયન જેવા એક એકથી ચડિયાતા ગીતોની પ્રસ્તૂતિ કરી હતી. સુરભી પરમારે અજીબ દાસ્તાન યે હે, યે શમા શમા હે પ્યાર કા, અબ તો હે તુમસે હર ખુશી અપની જેવા લત્તા મંગેશકરના ગીતો પ્રસ્તૂત કરીને સૌ કોઇને પોતાના સ્વરથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ મ્યુઝિકલ ઇવેન્ટની સાથે સાથે એક પછી એક ઇનામો ખેંચાતા ગયા હતા. જેમાં તાળીઓના ગડગડાટ વચ્ચે વિજેતાઓના નામ જાહેર કરાયા હતા.

સૌરાષ્ટ્ર સમાચારના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલીયા, સરક્યુલેશન મેનેજર કમલેશભાઈ રાવળ, પ્રોડક્શન મેનેજર દિપકભાઈ ચૌહાણ, ફાયનાન્સ હેઠ બળવંતભાઈ સોલંકી, મહુવા, સિહોર, પાલિતાણા, તળાજા અને વલભીપુર બ્યુરોના સંચાલક એજન્ટો ફેરીયા અને ગ્રાહકો આજના ડ્રોના અવસરે બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મ્યુઝીકલ ઈવેન્ટ સાથેના ડ્રોને મનભરીને માણ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...