તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, નાસિક દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની સિઝન બોલ ક્રિકેટ ટુર્નામેંટમાં ડો. કેયૂર પરમારની આગેવાની હેઠળ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી ટિમ સૌરાષ્ટ્ર કિંગ્સ ફાઇનલમાં દિલ્લીની ટીમને હરાવીને વિજેતા બનીને ભાવનગર તથા સમસ્ત ગુજરાતનું નામ દેશભરમાં રોશન કરેલ છે.
ફાઇનલમાં સૌરાષ્ટ્ર કિંગ્સની સામે ખૂબ જ મજબૂત અને ગત વર્ષની વિજેતા ટિમ DMA દિલ્લી કેપિટલ્સ હતી. દિલ્લીની ટીમે પહેલી બેટિંગ કરીને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 137 રન કર્યા હતા. જેમાં ડો. હાર્દની 3 તથા ડો. ચેતનની 2 વિકેટ મુખ્ય હતા. જેના જવાબમાં સૌરાષ્ટ્ર ની ટીમે છેલ્લા બોલે 1 કરીને દિલ ધડક મેચમાં જીત હાંસલ કરી હતી. જેમાં મેન ઓફ ધ મેચ ડો. કેયૂરના 65 અને ડો. મૌલિકના 46 રન મુખ્ય હતા.
ટૂર્નામેન્ટના અંતમાં ડો. હાર્દ વસાવડા સૌથી વધુ કુલ 10 વિકેટ લેવા બદલ બેસ્ટ બોલર જાહેર થયા હતા. ટુર્નામેંટમાં સૌથી વધુ કુલ 172 રન કરવા બદલ ડો. મૌલિક પરિખ બેસ્ટ બેટ્સમેન જાહેર થયા હતા. તથા ટુર્નામેંટમાં વિકેટ પાછળ કુલ 6 સ્ટંપીંગ અને 2 કેચ કરવા બદલ ફરીથી ડો. મૌલિક પરિખ બેસ્ટ વિકેટ કીપર જાહેર થયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.