પાણીદાર ભાવનગર:સૌરાષ્ટ્રમાં ભાવનગરના જળાશયોમાં સૌથી વધુ 99.18 ટકા જળનો સંગ્રહ

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 417.11 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જળાશયોમાં સંગ્રહ

આ વર્ષે ભાવનગર જિલ્લામાં ભાદરવા માસમાં વિક્રમસર્જક વરસાદ વરસતા કુલ વરસાદ 24 ઇંચથી વધી ગયો છે ત્યારે ભાવનગર જિલ્લાના જળાશયોમાં ટકાવારીની દ્રષ્ટિએ આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જળનો સંગ્રહ થયેલો છે. ભાવનગર જિલ્લાના મુખ્ય જળાશયોમાં કુલ જિવંત જળસંગ્રહ ક્ષમતા 420.68 મિલિયન ક્યુબિક મીટર છે અને તેની સામે હાલ 417.11 મિલિયન ક્યુબિક મીટર પાણીનો ડેમોમાં સંગ્રહ થયેલો છે. એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના કુલ 99.18 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે પાણીનો સાંથી વધુ સંગ્રહ રાજકોટ જિલ્લામાં 564.32 MCM થયેલો છે.

ભાવનગર જિલ્લામાં સૌથી વધુ પાણીનો સંગ્રહ શેત્રુંજી ડેમમાં થયેલો છે. સૌરાષ્ટ્રના આ સૌથી વિશાળ ડેમમાં 100 ટકા જળના જથ્થાનો સંગ્રહ થયેલો છે. આ ડેમમાં કુલ જિવંત જળસંગ્રહ ક્ષમતા 299.90 મિલિયન ક્યુબિક મીટર છે અને તેની સામે હાલ 299.90 મિલિયન ક્યુબિક મીટર પાણીનો ડેમોમાં સંગ્રહ થયેલો છે. એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના કુલ 100 ટકા જળસંગ્રહ થયો છે. ભાવનગર જિલ્લામાં જે મુખ્ય 12 જળાશયો આવેલા છે તેમાં હાલ 10 ડેમ તો પૂર્ણપણે 100 ટકા ભરેલા છે. બાકીના માત્ર બે ડેમ છે જેમાં જસપરા-માંડવા અને લાખણકા ડેમનો સમાવેશ થાય છે.

ભાવનગરના કુલ સંગ્રહના 72% પાણી એકલા શેત્રુંજી ડેમમાં સંગ્રહ
ભાવનગર જિલ્લાના મુખ્ય 12 જળાશયોમાં કુલ 417.11 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે અને તે પૈકી એકલા શેત્રુંજી ડેમમાં જ 299.901 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયેલો છે. એટલે કે જિલ્લામાં ડેમમાં કુલ પાણીનો સંગ્રહના 72 ટકા પાણી તો એકલા શેત્રુંજી ડેમમાં સંગ્રહિત છે.

જિલ્લાના ક્યા જળાશયોમાં કેટલા ટકા પાણીનો સંગ્રહ

જળાશયકુલ સંગ્રહક્ષમતાહાલ સંગ્રહટકાવારી
શેત્રુંજી ડેમ299.90 MCM299.90 MCM100 ટકા
રજાવળ ડેમ25.84 MCM25.84 MCM100 ટકા
ખારો ડેમ11.84 MCM11.84 MCM100 ટકા
માલણ ડેમ11.44 MCM11.44 MCM100 ટકા
રંઘોળા ડેમ36.81 MCM36.81 MCM100 ટકા
લાખણકા ડેમ3.68 MCM1.85 MCM50.24 ટકા
હમીરપરા ડેમ1.93 MCM1.93 MCM100 ટકા
હણોલ ડેમ5.43 MCM5.43 MCM100 ટકા
પીંગળી ડેમ1.84 MCM1.84 MCM100 ટકા
બગડ ડેમ11.18 MCM11.18 MCM100 ટકા
રોજકી ડેમ9.13 MCM9.13 MCM100 ટકા
જસપરા3.16 MCM1.43 MCM53.04 ટકા

ક્યા જિલ્લામાં પાણીનો કેટલો સંગ્રહ

જિલ્લોપાણીનો સંગ્રહટકાવારી
ભાવનગર417.11 MCM99.15 ટકા
અમરેલી115.28 MCM83.10 ટકા
બોટાદ47.93 MCM46.78 ટકા
દ્વારકા92.34 MCM69.27 ટકા
ગીર સોમનાથ138.29 MCM97.78 ટકા
જામનગર260.94 MCM95.87 ટકા
જૂનાગઢ121.12 MCM96.34 ટકા
મોરબી247.60 MCM83.11 ટકા
પોરબંદર71.35 MCM81.31 ટકા
રાજકોટ564.32 MCM96.56 ટકા
સુરેન્દ્રનગર56.29 MCM57.02 ટકા
સૌરાષ્ટ્ર2132.56 MCM88.73 ટકા

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...