માંગ:સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા દહીં, પનીર, સહિતની વસ્તુઓ પર 5% GST રદ કરવા રજૂઆત

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા GST કાઉન્સિલના ચેરપર્સન નિર્મળા સીથારમનને પત્ર પાઠવી જણાવવામાં આવેલ છે કે તાજેતરમાં 47મી GST કાઉન્સિલની મીટીંગમાં પ્રિ-પેક્ડ અને લેબલવાળા દહીં, પનીર, મધ, સૂકા-લીલા શાકભાજી, ઘઉં અને અન્ય અનાજ, કઠોળ, મમરા, જેવી તમામ જીવન જરૂરિયાત વસ્તુ ઉપર તથા જૈવિક ખાતર અને કોયર પિથ ખાતર ઉપર 5% GST લગાવવાની ભલામણ કરવામાં આવેલ છે અને તા.18 જૂલાઈથી તેને અમલી પણ બનાવવામાં આવેલ છે. તેને સત્વરે રદ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

હાલમાં બજારના વલણ મુજબ દેશમાં કોઈ છૂટક વસ્તુઓ કે માલ વેચવામાં આવતો નથી. 100 ગ્રામ સુધીની નાની વસ્તુઓ પણ પેકિંગમાં વેચાઈ રહી છે. દેશના 85% લોકો નોન-બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનો ઉપયોગ કરે છે અને તેના પર ટેક્સ લાગવાના નિર્ણયથી નાના વેપારીઓ પર ટેક્સનો બિનજરૂરી બોજ પડશે.\n\n 25 કિલોગ્રામ કે તેની ઉપરના સિંગલ પેકિંગ વાળા માલને GST માંથી મુક્તિ આપવામાં આવેલ છે.

પરંતુ તેનાથી નાના વેપારીઓ કે સામાન્ય જનતાને કોઈ ફાયદો થશે નહીં. કારણ કે સામાન્ય રીતે લોકો 1 થી 10 કિલો સુધીના પેકિંગમાં માલ ખરીદતા હોય છે અને તેથી તેમણે 5% GST ચૂકવવો પડશે.\n\nઆ વિગતોને ધ્યાનમાં લઈ ઉપરોક્ત ચીજો ઉપર લગાવવામાં આવેલ 5% GSTનો નિર્ણય સત્વરે પાછો ખેંચવા પત્રમાં ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે. સદર પત્રની નકલ દેશના માનનીય નાણામંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીઝ એન્ડ કસ્ટમના ચેરમેન ને મોકલવામાં આવેલ છે

અન્ય સમાચારો પણ છે...