રજૂઆત:સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા વ્યાજમાફી તથા યોજનાનો વ્યાપ વધારવા નાણામંત્રી નીતિન પટેલ સમક્ષ માંગ

ભાવનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેમ્બર દ્વારા નાણામંત્રીને પત્ર લખી રજૂઆત કરવામા આવી

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી તેમજ નાણામંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી વેરા સમાધાન યોજના-2019ની મુદ્દત તા.31/8/2021 સુધી લંબાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ છે. સાથે સાથે આ યોજના વેપાર-ઉદ્યોગ અને લોકો માટે વધારે લાભદાયી બને તે અંગે પણ રજૂઆત કરવામાં આવેલ છે.

ચેમ્બર દ્વારા નાણામંત્રીને પાઠવવામાં આવેલ પત્રમાં જણાવાયું છે કે ગત વર્ષ દરમિયાન કોરોના મહામારીનાં કારણે સમગ્ર વ્યાપાર તથા ઉદ્યોગો લગભગ મૃત અવસ્થામાં આવી ગયેલ જેને કારણે ધંધા-રોજગાર બંધ હોવાના કારણે તથા નાણાંકીય હાલત નાજુક હોવાના કારણે વેરા સમાધાન યોજનાની રકમ સમયસર ભરી શકાયેલ નથી. હજુ પણ કોરોના મહામારીની ત્રીજી લહેરની આશંકા છે. આવા સંજોગોમાં તા.31/8/2021 સુધી રકમ ભરવાની મુદ્દત આપેલ છે જે આવકાર્ય છે. પરંતુ વ્યાપાર-ઉદ્યોગની નાણાંકીય હાલત હજુ પણ નાજુક હોઈ, ઉપરોક્ત રકમ વ્યાજ વિના ભરવાની રાહત આપવી, નાની રકમ ભરવાની થતી હોય તેવા કિસ્સામાં સંપૂર્ણ વ્યાજમાફી આપવી, જે કિસ્સામાં રૂપિયા પાંચ લાખથી દસ લાખની રકમ ભરવાપાત્ર થતી હોય તેમાં વાર્ષિક 9 ટકા મુજબની રકમ નક્કી કરી બાકીના 9 ટકા વ્યાજની રાહત આપવી.

કેન્દ્ર સરકારે માલ અને સેવા કર અધિનિયમ અન્વયે પત્રકો સાથે ભરવાપાત્ર રકમ પર વ્યાજની રાહત આપેલ છે તે મુજબ આ યોજનામાં પણ વ્યાજની માફી આપવા રજૂઆત કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...