• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Sarpanch Pati Gave A Rude Reply While Presenting The Problem To The Villagers Due To Sewage Mixing With Drinking Water In Palitana's Dairy.

ગટરનું પાણી પીવા ગ્રામજનો મજબુર:પાલીતાણાના દુધાળામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા ગ્રામજનોને મુશ્કેલી, રજૂઆત કરતા સરપંચ પતિએ ઉડાવ જવાબ આપ્યો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં દુધાળા ગામે છેલ્લા 15 દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા લોકોને હાલાકી પડી રહી છે. જે અંગે સ્થાનિક લોકો દ્વારા ગામના સરપંચને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સરપંચના પતિ દ્વારા માત્ર ઉડાવ જવાબ આપવામાં આવે છે. જેથી ગ્રામજનો ગટરના ભેળસેળ વારૂ પાણી પીવા મજબૂર બન્યા છે.

છેલ્લા 15 દિવસથી દુર્ગંધ યુક્ત ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું દુધાળા ગામ કે જ્યાં કોરોના મહામારી દરમિયાન અસંખ્ય લોકોએ કોરોના બીમારીના કારણે જીવ ગુમાવ્યો હતો. આવા જ સંજોગોમાં ગામ હજુ આ આઘાતમાંથી બહાર આવ્યું નથી ત્યાં જ દુધાળા ગામના અમુક વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ યુક્ત ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું છે, જેના કારણે આ વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઇ રહી છે.

અનેકવાર રજૂઆત કરવા છતાં ઉકેલ નહીં
આ વિસ્તારના લોકો દ્વારા અનેકવાર આ અંગે સરપંચને જાણ કરવા છતાં આજદિન સુધી ઉકેલ નહીં આવ્યો નથી, જોકે, ગામના સરપંચ એક મહિલા છે તેઓ મહિલાનું દર્દ સમજતા નથી. જ્યારે તેમના સરપંચ મહિલાના પતિ મુકેશભાઈ સાવલિયા દ્વારા સ્થાનિક લોકોને ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે. હાલ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...