ભાવનગરના ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા આ વર્ષે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ઉમરાળા ગ્રામ પંચાયત કચેરી ખાતે શાકભાજીના બિયારણનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું,
ઉમરાળા ગ્રામપંચાયત ખાતે આજે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કુલ 10 હજાર જેટલા બિયારણ પેકેટમાંથી આજે 2 હજાર જેટલા બિયારણ પેકેટનું વિતરણ ઉમરાળામાં કરવામાં આવશે. બાકીના પેકેટ તાલુકાના ગામડાઓમાં આવતી કાલથી વિતરણ માટે મોકલવામાં આવશે.
આપણે રોજબરોજ જોઈએ છીએ કે હમણાં નિર્વ્યસની લોકોમાં પણ કેન્સરનું તથા બીજી ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. ઘણા બધા કિસ્સાઓમાં તપાસ કરતા આના પાછળ હાલ ખવાઈ રહેલ કેમિકલ વાળા શાકભાજી જવાબદાર હોવાનું જાણવા મળેલ છે. આનાથી બચવાનો એક સહેલો ઉપાય છે કે ઘર આંગણે શાકભાજી વાવવામાં આવે. હાલ ચોમાસુ આવી રહ્યું છે જે લોકોને ઘરના ફળિયામાં જગ્યા હોય અથવા જગ્યાનો અભાવ હોય એ લોકો કુંડામાં પણ શાકભાજી વાવી શકે છે.
આ વર્ષે ઉમરાળા ગ્રામ પંચાયત ગામના તમામ લોકોને ઘર આંગણે શાકભાજી વાવવા હોય એમને 10 જેટલા અલગ અલગ પ્રકારના શાકભાજીના બિયારણના પેકેટ વિનામૂલ્યે આપશે. આ પેકેટની બજાર કિંમત 20 રૂપિયા હોય છે.
હાલ આપણે બે હજાર જેટલા બિયારણના પેકેટ વિનામૂલ્યે આપવાની ઈચ્છા છે. જો આ પ્રયાસ સફળ રહેશે તો હજુ બીજા વધારે પેકેટ આપવામાં આવશે, જેમાં ગવાર, ભીંડો, મરચા, રીંગણી, ટામેટા, દૂધી, કારેલા, ગલકા, તુરીયા, કાકડી, ચિભડા વગેરે 11 જાતના બિયારણના પેકેટ વિનામૂલ્યે મળી શકશે. તો ઘર આંગણે તાજા શાકભાજી વાવો અને રોગથી બચો. આ વિતરણમાં ઉમરાળા શહેર અને આજુબાજુ ના ગ્રામજનોએ મોટી સંખ્યા માં લાભ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.