તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ:કોરોનાના દર્દીઓ માટે સંસ્કૃત શ્લોક ગાન થેરાપી

ભાવનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હવે કોઈનો ઉત્સાહ ડાઉન નહીં થવા દઉં'

ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે કોરોના વોર્ડમાં સંસ્કૃત શ્લોક થેરપી શરૂ કરવામાં આવી છે. સંસ્કૃત આચાર્ય સાગર દવેના માતાનું અહીં નિધન થતા તેમણે અન્ય દર્દીઓને બચાવવા આ રીતનો પ્રયોગ હાથ ધર્યો છે.

સાગરભાઇ દવે ભાવનગર મહા નગરપાલિકા હસ્તકની શાળામાં ભાષા શિક્ષક છે અને તેઓએ પોરબંદર ખાતે સાંદિપની વિદ્યાલય માં રમેશભાઈ ઓઝા પાસે સંસ્કૃતનું શિક્ષણ પ્રાપ્ત કરેલું છે. તેઓના માતાનું અહીં કોરોના વોર્ડમાં નિધન થયું હતું. સાગરભાઇએ જણાવ્યું કે, તેમનું અવસાન કોરોના કરતા ભયને કારણે થયું હતું તેમ મને લાગે છે.હવે અન્ય દર્દીઓને ભય ન લાગે તે માટે અમે સંસ્કૃત શ્લોક ગાન દ્વારા તેમનો ઉત્સાહ વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં તેના ઘણા સારા પરિણામો પણ મળ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કૃત ભારતની રાષ્ટ્રીય ધરોહર અને દેવભાષા છે.તે ભાષાને શક્તિશાળી પણ માનવામાં આવે છે, ત્યારે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે સંસ્કૃત શ્લોક ગાન થેરાપીનો પ્રયોગ થયો છે જે સમગ્ર દેશ માટે આંગળી ચીંધનાર ઘટના છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો