તાજેતરમાં સુરતમાં રમાયેલી ખેલમહાકુંભની ટેબલ સ્પર્ધામાં કૃષ્ણનગર સંસ્કાર મંડળ સ્થિત બી. એન. વિરાણી રમત સંકુલના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ત્રણ ગોલ્ડ, ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલો પ્રાપ્ત કરી ઝળહળતો દેખાવ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય ખેલાડી ક્ષિતીશ પુરોહિતે 60 + સિંગલ્સ તથા ડબલ્સ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન સાથે બે ગોલ્ડ મેડલો મેળવેલ છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ખેલ મહાકુંભ શરૂ થયું ત્યારથી આજ પર્યાત પુરોહિતે રાજ્ય કક્ષાએ પ્રતિવર્ષ ગોલ્ડ મેડલ જીતવાની વિરલ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.જ્યારે તેમના ડબલ્સના પાર્ટનર દિપક સરવૈયાએ ડબલ્સમાં ગોલ્ડ તથા સિંગલ્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ.
જ્યારે એલ.જી. કાકડીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા સંસ્કાર મંડળના સુશ્રી ચાર્મી જાની તથા ફાતિમા કોનવેન્ટની રૂદ્રી શુકલાએ અનુક્રમે અંડર 17 અને 15 બહેનોના વયજુથમાં દ્વિતીય સ્થાન સાથે રજત ચંદ્રક પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત સંસ્કાર મંડળના નિરજ દિહોરાએ અંડર 17 ભાઈઓની સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીતી રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.