આયોજન:સંસારી કૌશલે સં.2047ના દિને ગણિયાણા (વટામણ ચોકડી પાસે) ગામે દિક્ષા લીધી

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ​​​​​​​કલ્યાણકિર્તિવિજય મહારાજને આચાર્ય પદ અર્પણ : નવુ નામ આચાર્ય કલ્યાણહેમસૂરિજી

દાદાસાહેબમાં આચાર્ય પદ પ્રદાન મહોત્સવ પ્રસંગે ચાલી રહેલ પંચ દિવસીય મહોત્સવમાં તા.8ને રવિવારે પૂજય કલ્યાણકિર્તિવિજયજી ઉપાધ્યાય મહારાજને આચાર્ય પદ પ્રદાન કરાયુ હતુ એ સાથે તેમને નૂતન નામ અર્પણ કરાયુ હતુ.ગચ્છનાયકએ પોતાના નામનો એક અંશ તેમને આપીને નામ આપ્યુ આચાર્ય વિજય કલ્યાણહેમસૂરિજી મહારાજ.

ગૃહસ્થપણામાં તેઓનુ નામ કૌશલ, વતન ભાવનગર અને કર્મભૂમિ બેંગ્લોર જન્મ માગશર વદ 1 વિ.સં.2029, માતા દિવ્યાબેન, પિતા રજનીભાઇના સંસ્કાર મેળવી સંસ્કારથી વૈરાગી થઇને તેઓએ વૈશાખ વદ 11 સં.2047ના દિને ગણિયાણા (વટામણ ચોકડી પાસે) ગામે દિક્ષા સ્વીકાર, અનુક્રમે ગુણોની વૃધ્ધિ થતા આચાર્ય શીલચંદ્રસૂરિજીએ તેમને કાર્તિક સુદ 10 સં.2073ના મહુવા મુકામે ગણીપદ અને ફાગણ સુદ 3, સં.2073ના રોજ અમદાવાદ હઠીસિંહની વાડીમાં 8 આચાર્યોની નિશ્રામાં પંન્યાસ પદ અર્પણ કર્યુ હતુ.

આજે આચાર્ય ગચ્છનાયક પૂ.હેમચંદ્રસૂરિ,પૂ.રાજહંસસૂરિ, નિર્મળચંદ્રસૂરિ,રાજચંદ્રસૂરિ, અનંતકિર્તીસૂરી, જિનેશચંદ્રસૂરિ, ફુલચંદ્રસૂરિ, પૂ.વિમલર્કિતીસૂરિ આદિ સાધુ, સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં પૂજય કલ્યાણકીર્તિવિજયજી મહારાજને આચાર્ય પદ અર્પણ કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી ભાષાના 11 જેટલા વિવિધ પુસ્તકોનુ પણ વિમોચન કરાયુ હતુ.

આ પ્રસંગે મુંબઇ, સુરત, અમદાવાદ વિગેરેથી ભકતોએ પધારી ધર્મલાભ લીધો હતો. નિર્મળાબેન કાંતિલાલ વોરા પરિવાર મુંબઇ તરફથી ભાવનગર જૈન સ્વામિવાત્સલ્યનુ આયોજન કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...