શિક્ષણ:સમાન ટાઈમ ટેબલ અને એક જ સમયે પરીક્ષા : સ્વનિર્ભર શાળાઓ અસહમત

ભાવનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાનાં લીધે અભ્યાસક્રમ અને શાળાના સમય અલગ અલગ હોવાથી અશક્ય, સંઘની શિક્ષણ સચિવને રજૂઆત

સરકારનાં પરિક્ષા વિભાગ દ્વારા તમામ શાળાઓમાં એક જ સમયે એક સમાન ટાઈમ ટેબલ સાથે પરિક્ષા લેવાનો આદેશ કર્યો છે જે સ્વનિર્ભર શાળાઓ માટે અશક્ય હોવાથી સ્વનિર્ભર શાળા સંચાલક મહા મંડળ દ્વારા શિક્ષણ સચિવ ને સ્વનિર્ભર શાળાઓને આમાંથી બાકાત રાખવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં તેઓ કારણો જણાવે છે કે સ્વનિર્ભર શાળાઓ સાથે આ અંગે અગાઉથી કોઈ ચર્ચા કરવામાં આવી નથી. તમામ નોન ગ્રાન્ટેડ શાળાઓ યુનિટ ટેસ્ટ, વિવિધ કસોટીઓ, વાલીઓનું કાઉન્સેલિંગ વગેરેની સ્વતંત્ર આયોજન કરતા હોય છે. આથી એક સરખા ટાઈમ પર પરિક્ષા શક્ય નથી. આ રજૂઆત અંગે ત્વરિત નિર્ણય આપવા માટે જીતુભાઈ વાઘાણી, ડૉ. અવનીબા મોરી, ડી.એસ.પટેલ ને પણ રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...