ગોહિલવાડમાં "હોળી-ધૂળેટી"ની તૈયારીઓ શરૂ:બજારોમાં ખજૂર, ધાણી-દાળીયા, પીચકારી, કલર્સ સહિતની વેરાઈટીઓનું વેંચાણ, ગ્રાહકોમાં ભાવ વધારાની બૂમરાણ ઉઠી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિશિર ઋતુનું સમાપન અને ગ્રીષ્મના આરંભે ફાગમાસના રંગોના પર્વ હોળી-ધૂળેટી પર્વનું ભાવનગરમાં કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે. બજારો તહેવાર અનુરૂપ ચિઝવસ્તુઓથી ઉભરાઈ રહી છે પરંતુ આ વર્ષે ભાવ વધારાની બૂમરાણ વેપારીઓ-ગ્રાહકોમાં મચી છે.

અવનવી વેરાઈટીઓથી બજારોમાં હાટડાઓ ઉભરાઈ
સમયની સરવાણી સાથે પ્રવાહિત કાળ સાથે તહેવારો-ઉત્સવોની ઉજવણીઓ બારેમાસ સાંપ્રત સમાજમાં શરૂ રહે છે ત્યારે હાલમાં શિયાળાનું સમાપન અને ઉનાળાનો આરંભ એટલે ફાગમાસ આ માસમાં કલરફુલ ફેસ્ટિવલ એટલે કે હોળી-ધૂળેટી પર્વની ઉજવણીઓ કરવામાં આવે છે હાલમાં આ તહેવારોનું કાઉન-ડાઉન શરૂ થઈ ગયું છે તહેવાર અનુરૂપ ચિઝવસ્તુઓના વેચાણ માટે બજારોમાં ખજૂર, ધાણી-દાળીયા, પીચકારી, કલર્સ સહિતની સામગ્રીઓની અવનવી વેરાઈટીઓથી બજારોમાં હાટડાઓ ઉભરાઈ રહ્યાં છે.

ફાગ પર્વને પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે
આ વર્ષે પણ તહેવાર અનુરૂપ વાનીઓમા વિવિધ વેરાઈટીઓનો ખજાનો જોવા મળી રહ્યો છે અફઘાની ખજૂરથી લઈને કાબુલી દાળીયા, પંજાબી ધાણી સહિતની ખાદ્ય સામગ્રીઓની ખરીદી પણ લોકો કરી રહ્યાં છે એ સાથે 7 માર્ચે હોળીકા દહન અને 8 માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવશે. ગુજરાતીઓ દરેક તહેવારોની વિશિષ્ટ રીતે ઉજવણી કરવા તૈયાર છે ત્યારે આ ફાગ પર્વને પણ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરશે એના માટે પ્રિ-પ્લાનિંગ પણ પૂર્ણ કરવામાં આવ્યાં છે જિલ્લામાં આવેલા પર્યટન સ્થળો ઉપરાંત રાજ્યના સરહદને અડીને આવેલા સ્થળોએ પણ હોટલો-મોટેલ્સ બુકિંગ ફૂલ થઈ ગયા છે આબાલવૃદ્ધ સૌવ કોઈના મનપસંદ પર્વ ધૂળેટી પર્વની ઉજવણી માટે આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

ભાવ વધારાએ માઝા મૂકી
આ વર્ષે ખજૂર, ધાણી, દાળીયા સહિતના ખાદ્યપદાર્થોમાં 30 થી 40 ટકાનો ભાવ વધારો થયો છે જયારે કલર્સ પીચકારી સહિતની આઈટમોમા 50 થી 70 ટકા જેટલો ભાવ વધારો થયો હોવાનું વેપારીઓ એ જણાવ્યું છે. આ ભાવ વધારા અંગે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ થી રાજ્યમાં ચાઈનીઝ પ્રોડક્ટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ઉપરાંત સ્થાનિક ક્ષેત્રે દરેક રો-મટીરીયલ મા ધરખમ ભાવ વધારો થતાં તહેવારોની ઉજવણી મોંઘી બની રહી છે આ ભાવ વધારાને પગલે હાલમાં જોઈએ એવી ઘરાકી નથી પરંતુ વેપારીઓ ને આશા છે કે આગામી દિવસોમાં ઘરાકી નિકળશે.

અન્ય સમાચારો પણ છે...