તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કળશ યાત્રા:સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે 1000 સહસ્ર કળશ નગરયાત્રા ફરી

બોટાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ નગરયાત્રા હાથી, ઘોડા, બેન્ડવાજા તથા વૈદિક મંત્રો સાથે નીકળી

બોટાદ જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા ખાતે ત્રિદિવસીય ભવ્ય સહસ્ર કળશ અભિષેક ઉત્સવનો આજથી પ્રારંભ થયો હતો જેમાં આજે પહેલા દિવસે શ્રી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનું સ્થાપન કરી પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ સાંજે નગરયાત્રા એટલે કે નગરદર્શન નીકળી હતી, જેમાં ત્રણ હાથીઓ, ઘોડાઓ અને નાસિકથી બેન્ડવાળા તેમજ વૈદિક મંત્રો દ્વારા દાદાની ભવ્ય જળયાત્રા નીકળી હતી.

ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત શાસ્ત્રી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ની પ્રેરણાથી ભવ્ય સહસ્ર કળશ અભિષેક ઉત્સવનું આયોજન કરાયું હતું.

જે અંતર્ગત શ્રી હનુમાનજી મહારાજના પંચમુખી સ્વરૂપનો પવિત્ર જળથી ભરેલ યજ્ઞશાળામાં 1000 કળશોનું શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરી દ્વારા દિવ્ય અભિષેક કરી તેની ભવ્ય કળશ યાત્રા વાજતેગાજતે ફરી હતી, અને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું, આ નગરયાત્રામાં સંતો-મહંતો, આગેવાનો, સંસ્થાના કાર્યકરો તથા ભાવિકો ભક્તો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...