તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શણગાર:સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને શ્રાવણ માસના છેલ્લા શનિવાર નિમિતે 108 પ્રકારની મીઠાઈનો ભવ્ય અન્નકૂટ

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના છેલ્લા શનિવાર તા.4/9/2021ના રોજ 108 પ્રકારની મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી તેમજ પુજારી સ્વામી ધર્મકિશોરદાસજીની અથાગ મહેનતથી પવિત્ર યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

જેમાં સવારે 5:30 કલાકે કોઠારી સ્વામી દ્રારા મંગળા આરતી કરવામાં આવી તેમજ સવારે 7 કલાકે પુજારી સ્વામી તથા 11:15 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) અન્નકૂટની આરતી કરવામાં આવી હતી, 108 પ્રકારની અવનવી મીઠાઈનો ભવ્ય અન્નકૂટ દર્શન 11:15 થી 4 કલાક સુધી ભાવિકો દર્શન લાભ લઈ શકશે.

હનુમાનજી દાદાને 108 પ્રકારની મીઠાઈનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. દાદાને મીઠાઈના અન્નકૂટના ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અલૌકિક અન્નકૂટનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...