તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અલૌકિક અન્નકૂટ:સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને સોમવતી અમાસ નિમિતે 108 પ્રકારના અથાણાંનો ભવ્ય અન્નકૂટ ધરવવામા આવ્યો

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવિકોએ અલૌકિક અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતીક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના છેલ્લા સોમવાર તા.6/9/2021ના રોજ 108 પ્રકારની અથાણાંનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી તેમજ પુજારી સ્વામી ધર્મકિશોરદાસજીની અથાગ મહેનતથી પવિત્ર યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે અથાણાંનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

પુજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી અથાણાનો અન્નકુટ ધરાવવામાં આવશે. હરીભક્તોએ પોતાના ઘરે પવિત્રપણે હનુમાનજીદાદા માટે 500 ગ્રામ અને 1 કિલો મોકલાવેલ અથાણા નો ભવ્ય અન્નકુટ ધરવામાં આવ્યો હતો, શ્રાવણ માસના છેલ્લા દિવસે અને સોમવાર તેમજ અમાસ નિમિત્તે સવારે 5:30 કલાકે મંગળા આરતી,સવારે 7 કલાકે શણગાર આરતી, બપોરે 11:30 કલાકે હનુમાનજીદાદાની અથાણાના ભવ્ય અન્નકુટ ની આરતી કરવામાં આવી હતી, હરિભક્તો દ્રારા મોકલવામાં આવેલ પવિત્ર વિવિધ જાતના અથાણા નો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો.

હનુમાનજી દાદાને 108 પ્રકારની અથાણાંનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. દાદાને અથાણાંના અન્નકૂટના ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અલૌકિક અન્નકૂટનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...