તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શન:સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજીને શ્રાવણ માસના મંગળવાર નિમિતે કેવડાનો દિવ્ય શણગાર કરાયો

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ દિવ્ય શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લીઘો

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાનું પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને પવિત્ર શ્રાવણના મંગળવારને તા.24/8/2021ના રોજ કેવડાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

મહંત વિષ્ણુપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી તેમજ પુજારી સ્વામી ધર્મકિશોરદાસજીની અથાગ મહેનતથી પવિત્ર યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર ખાતે દાદાને બાબા અમરનાથ ની પવિત્ર ગુફાની ઝાંખી કરાવતા ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.જેમાં સવારે 5:30 કલાકે પુજારી સ્વામી દ્રારા મંગળા આરતી કરવામાં આવી તેમજ સવારે 7 કલાકે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા) દ્રારા શણગાર આરતી કરવામાં આવી હતી.

હનુમાન દાદાને કેવડાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો આમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે દરરોજ અવનવા શણગાર કરવામાં આવી રહ્યા છે. દાદાને કેવડાના ભાવિકો રૂબરૂ દર્શન કરી ધાન્યતા અનુભવી હતી, તેમજ દેશ-વિદેશમાં વસતા લાખો હરિભક્તોએ હનુમાનજીદાદાના અલૌકિક શણગારનો ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...