ભકતોએ કર્યા દર્શન:સાળંગપુર કષ્ટભંજન મંદિર કોરોના ગાઇડ લાઇન મુજબ શરૂ

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરમાં પૂજા વિધિ તેમજ ધર્મશાળા, ભોજનશાળા, દાનભેટ, કેન્ટીન હરીભકતો માટે શરૂ કરવામાં આવી

બરવાળા તાલુકાના સળંગપુર ગામે આવેલ વિશ્વ પ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરનાં દ્વાર ભકતો માટે તા. 11/6/21 નાં રોજ થી રાબેતા મુજબ રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન્સ સોશિયલડીસ્ટન્સ, ફરજીયાત માસ્ક સહિતના નિયમોનું પાલન સાથે શરૂ કરવામા આવ્યુ છે. હનુમાનજી દાદાની સવાર બપોર અને સાંજની આરતીમાં ભક્તોને પ્રવેશ આપવામાં નહિ આવે. મંદિરમાં પૂજાવિધિ, ધર્મશાળા, ભોજનાલય, ધાર્મિકસ્ટોલ અને કેન્ટીન રાબેતા મુજબ શરૂ કરવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...