તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બગદાણા પંથકમાં પ્રેમી યુગલે ક્યારેય એક નહી થવાના વસવસા સાથે વીજપોલે લટકી જાહેરમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરવાના બનાવે સમગ્ર પંથકમાં ચકચાર જગાવી છે. તળાજાના સરતનપર ગામે રહેતા કરણ બદ્રુભાઈ બારૈયા(ઉ.વ. 20) નામના શ્રમજીવી પરિવારનો યુવક વાડીમાં મજુરી કામ કરતો હોય જ્યાં તળાજાના ગઢુલા ગામની કિંજલ શાંતિભાઈ બાંભણિયા(ઉ.વ. 19) નામની યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો. જે બાદ તેઓ અવારનવાર મળતા હતા.
તેમના આ પ્રેમની જાણ યુવતીના પરિવારજનોને થતાં આ પ્રેમ સંબંધ તોડી નાખવા જણાવ્યું હતું તેમજ યુવતીનું મજુરી કામે જવાનું પણ બંધ કરાવી દેવામાં આવ્યું હતું. જે બાદ ગત રાત્રીએ યુવતીએ પરિવારજનોની નજર ચુકવી ઘરેથી ભાગી જઈ પ્રેમી કરણને ફોન કરી મળવા બોલાવ્યો હતો. જે બાદ બંન્ને ભગુડા આવી અહીં થોડો સમય પસાર કર્યાં બાદ એક નહી થઈ શકવાના વસવસા સાથે બગદાણા-ધરાઈ રોડ પર તળિયા વિસ્તાર તરીકે ઓળખાતા સ્થેળે વીજપોલ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું હતું.
બનાવની જાણ થતા બગદાણા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ લાશનો કબ્જો મેળવી બગદાણા સરકારી હોસ્પિટલમાં ખસેડી યુવક-યુવતીના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથી ધરી હતી. બંન્ને એક નહી થઈ શકવાના વસવસાના કારણે પ્રેમી યુગલને લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
Sponsored By
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.