તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપહરણ:તળાજા તાલુકામાં સગીરાના અપહરણ મામલે આરોપીની ધરપકડ, લગ્નની લાલચ આપી કર્યું હતું

ભાવનગર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો ગુનો

તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશનમાં લગ્ન ની લાલચ આપી લલચાવી ફોસલાવી સગીરાનું અપહરણ કરવાનો ગુન્હો દાઠા પોલીસ ગુન્હો નોંધાયો હતો. તે અંગે ભાવનગર એલસીબીએ તળાજા ચોકડી પાસે આવતા એક ઇસમને ઝડપી લીધો હતો.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર,તળાજા ગ્રામ્ય વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન તળાજા ચોકડી પાસે આવતાં એ.એસ. આઇ. પ્રદિપસિંહ સરવૈયા તથા પો.કોન્સ. અરવિંદભાઇ બારૈયાને બાતમીરાહે સંયુકત રીતે હકીકત મળી આવેલ કે, દાઠા પો.સ્ટે.ના ગુન્હામાં આઈપીસી કલમ 363,366 વિ. મુજબનાં ગુન્હાનાં કામે પકડવાનો બાકી આરોપી ટીણાભાઇ ધીરૂભાઇ બારૈયા રહે.દયાળ તા.મહુવા જી.ભાવનગરવાળો હાલ ભોગ બનનાર સગીરા સાથે હમીરપરા ગામનાં પાટીયા પાસે લાલ તથા સફેદ કલરનું ટીશર્ટ પહેરી ઉભેલ છે.

જગ્યાએ આવતાં ટીણાભાઇ ધીરૂભાઇ બારૈયા ઉ.વ.૩૩ ધંધો-ખેત મજુરી રહે.નેસડી શેરી, દયાળ તા.મહુવા જી.ભાવનગર હાલ- ડેમવાળો રસ્તો,જામકંડોરણા જી.રાજકોટ વાળા હોવાનું જણાવેલ તે આ ગુન્હામાં તેની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, હાલમાં ચાલતી કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાને લઇ સરકારની ગાઇડલાઇન મુજબ આરોપીની ધરપકડ કરતી વખતે કોરોના રીપોર્ટ કરાવવો ખુબ જ જરૂરી હોય. જેથી આરોપીને હસ્તગત કરી તળાજા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો