તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂષ્કર્મ:ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરે યુવતી પર દૂષ્કર્મ આચર્યું

ભાવનગર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એક વર્ષ પૂર્વે પરિચયમાં આવ્યા બાદ સગીરે યુવતીને બ્લેકમેઈલ કરી મુરાદ પુરી કરી

વલ્લભીપુર પંથકમાં એક સગીરે યુવતી સાથે પરિચય કેળવી ફોટા પાડી તેને વાઈરલ કરવાની ધમકી આપી તેણી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા આ વિસ્તારમાં ચકચાર મચી હતી. વલ્લભીપુર પંથકમાં રહેતા એક સગીર એકાદ વર્ષ પહેલા આ વિસ્તારની એક યુવતી સાથે પરિચયમાં આવ્યો હતો.

બાદ તેણી સાથે સંબંધ વધારી કેટલાક ફોટોગ્રાફ્સ તેણીની સાથે પાડી લીધાં હતા અને યુવતી સાથે શારિરીક સંબંધો બાંધવાની અવારનવાર માંગણી કરતો હતો અને જો તેણી નહી માને તો તે બંન્નેના સંબંધોની વાત લોકોને જણાવી દઇ બંન્નેના સાથેના ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તેણીને નિર્જન જગ્યાએ બોલાવી તેણી પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને નહી કહેવાની ધમકી આપી હતી.

આ અંગેની વલ્લભીપુર પોલીસમાં ફરિયાદ નોંધતા પોલીસે તપાસ હાથ ધરી સગીરની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે આ પંથકમાં સારી એવી ચકચાર મચાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો