રાવ:સગાભાઇએ ભાઇને છરી મારી પિતાએ પુત્ર સામે કરી ફરીયાદ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વરતેજમાં આવેલી તંબોલી કાસ્ટીંગમાં બની ઘટના
  • કંપનીના ડાયરેકટરની નિમણૂ઼ક મામલે બોર્ડ મીટીંગમાં મન દુ:ખ થતા માથાકુટ થયેલી

શહેરના હીલ ડ્રાઇવ વિસ્તારમાં રહેતા અને અગ્રણી કંપનીના ચેરમેને તેમના જ સગા પુત્ર વિરૂધ્ધ સગાભાઇએ ભાઇને છરીના ઘા ઝીંકી દીધાની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. વરતેજ પોલીસ સુત્રોમા઼થી મળતી વિગતો મુજબ શહેરના હીલ ડ્રાઇવ ખાતે રહેતા અને વરતેજ ખાતે આવેલી તંબોલી કાસ્ટીંગ ના ચેરમેન બીપીનભાઇ ફૂલચંદભાઇ તંબોલીએ વરતેજ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે શનિવારે તંબોલી કાસ્ટીંગના ડાયરેકટરના નિમણૂ઼ક માટેની મીટીંગ યોજાયેલ. જેમા તેમના દીકરા વૈભવભાઇ તંબોલીની નિમણૂ઼ક કરાતા તે તેમના બીજા પુત્ર અને આરોપી મેહુલ તંબોલીને ન ગમતા તેમણે પોતાના પાસે રહેલી છરી વડે વૈભાવભાઇ પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડતા તેમને સારવાર્થે હોસ્પીટલમા ખસેડાયા હતા.

બનાવ અંગે વરતેજ પોલીસે મેહુલ તંબોલી સામે ગુન્હો નોંધી બનાવ અંગેની વધુ તપાસ એ.એસ.આઇ.એ.બી.ગોહિલ ચલાવી રહયા છે. સુત્રો માંથી મળતી વિગતો મુજબ મેહુલ તંબોલી તથા વૈભવ તંબોલી ડાયરેકટર તરીકે કાર્યરત હતા જ પરંતુ નિયમ મુજબ અમુક વર્ષો પછી અમુક દિવસ માટે જુના ડાયરેકટરને રદ કરવામાં આવે છે.

અને થોડા સમય પછી ફરી તેમની ડાયરેકટર પદે નિમણુંક કરાય છે. શનિવારની તંબોલી કાસ્ટીંગની બોર્ડ મિટીંગમાં ડાયરેકટરની નિમણુંક બાબતે હુમલો થયો છે. હકીકતે વૈભભાઇની નિમણુંક બાદ હજુ તો મેહુલભાઇને સમજાવાય તે પહેલા મેહુલભાઇ ઉશ્કેરાઇ ગયા હતા અને સગાભાઇ પર હુમલો કરી બેઠા હતા.ત્યારે બોર્ડ મિટીંગમાં મેહુલભાઇ પાસે છરી ક્યાં થી આવી તે પણ તપાસનો વિષય છે.

અન્ય સમાચારો પણ છે...