તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ અવસરે કસુંબીનો રંગ કાર્યક્રમ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખ્યાતનામ કલાકારો લોક્ગીતોની રમઝટ બોલાવશે
  • રાષ્ટ્રીય શાયરની 125મી જન્મ જયંતિ નિમિત્તે 28 ઓગસ્ટે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે ભાવનગર જિલ્લામાં “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાનાં કાર્યક્રમનું આયોજન ભાવનગર શહેરમાં કરવામાં આવ્યું છે. રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર, ભાવનગર દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજ્યંતિની ઉજવણી અંતર્ગત “કસુંબીનો રંગ” જિલ્લા કક્ષાએ ભવ્ય ઉજવણી કાર્યક્રમ તા. 28 ઓગસ્ટને શનિવારે સવારે 10 કલાકથી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હૉલ, સરદારનગર, ભાવનગર ખાતે યોજાશે.

આ કાર્યક્રમમાં ભાવનગરના ખ્યાતનામ કલાકારો રાજેશ્રીબેન પરમાર, શ્યામભાઈ મકવાણા, રધુવીર કુંચાલા, વિશ્વા કુંચાલા દ્વારા ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોક્ગીતોની રજૂઆત કરાશે. સરકારના કોવિડ-૧૯ ની ગાઈડ લાઇન મુજબ કાર્યક્રમ થનાર હોય જેથી માસ્ક ફરજિયાત પહેરીને આવવાનું રહેશે. રસ ધરાવનારાઓને કાર્યક્રમ માણવા નિમંત્રણ પાઠવાયું છે.

અન્ય સમાચારો પણ છે...