કામગીરી:રશિયન કંપની ઘોઘાથી દહેજ વચ્ચે લોજીસ્ટિક શિપ સંચાલન માટે તત્પર

ભાવનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેથિમેટ્રિક, જીઓગ્રાફિકલ સર્વેની આગામી સપ્તાહથી શરૂઆત
  • દરિયાઇ ‌ઊંડાઇ અને કરન્ટ અંગેનો વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરાશે ભરતી અને ઓટની અસર ન થાય તેવા સ્પોટની ચકાસણી કરાશે
  • ​​​​​ભાવનગર પોર્ટમાં બેસિનથી ઘોઘાની ચેનલમાં પણ ડ્રેજીંગ કરાવવાની જીએમબીની યોજના છે

ખંભાતના અખાતમાં ઘોઘા અને દહેજ પોર્ટની વચ્ચેના દરિયામાં લોજીસ્ટિક શિપ સંચાલન માટે રશિયન કંપનીએ તત્પરતા દાખવી છે, અને તેઓની દિલ્હી ઓફિસ થકી કામગીરી આગળ ધપાવી છે. આગામી સપ્તાહથી ઘોઘા અને દહેજ વચ્ચે સર્વેની કામગીરી શરૂ થશે. ઘોઘાથી દહેજ વચ્ચેનું દરિયાઇ અંતર 16 નોટિકલ માઇલ છે.

ખંભાતના અખાતમાં આ દરિયાઇ પટ્ટી દરમિયાન લોજીસ્ટિક શિપ સંચાલન માટે દિલ્હીની કંપનીના ભાવનગર ખાતેના પ્રતિનિધિએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતુ કે, હાલ ઘોઘાથી દહેજના દરિયામાં બેથિમેટ્રિક અને જીઓગ્રાફિકલ સર્વે માટેની સરકારી પ્રક્રિયાઓ ગતિમાં છે, સંભવત: આવતા સપ્તાહથી દરિયામાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે.બેથિમેટ્રિક અને જીઓગ્રાફિકલ સર્વે દરમિયાન ઘોઘાથી દહેજ વચ્ચે કેટલી દરિયાઇ ઊંડાઇ છે?, દરિયાઇ કરન્ટ કેટલો છે?, કઇ જગ્યાએ શિપના મહત્તમ ડ્રાફ્ટ મળે તેમ છે?, દરિયાઇ ભરતી અને ઓટની અસર ન થાય તેવા સલામત સ્પોટ ક્યા ક્યા છે? તેની ચકાસણીઓ કરવામાં આવનાર છે.

ભાવનગર પોર્ટમાં બેસિનથી ઘોઘાની સામેના દરિયામાં આવેલી ચેનલમાં પણ ડ્રેજીંગ કરાવવાની જીએમબીની યોજના છે. ભાવનગર એન્કરેજ પોઇન્ટ પર કાર્ગો લઇને આવતા જહાજ ત્યાં ઉભા રહે છે, અને 2000 ટન સુધીની ક્ષમતાના માલવાહક બાર્જમાં કાર્ગો અનલોડ કરી અને નવા બંદરે પણ કોંક્રિટ જેટી ખાતે કાર્ગો લાવવામાં આવે છે. બાર્જ પરિવહનની ચેનલમાં અનેક જગ્યાએ કાંપ પણ ભરાઇ રહ્યો છે. તેના કારણે ઓછા પાણીમાં બાર્જનું પરિવહન મુશ્કેલ બની જાય છે. તેથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ડ્રેજીંગ કરાવવાની પ્રક્રિયા આગળ ધપાવી છે.

અન્ય સમાચારો પણ છે...