તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુવાદ:ઝવેરચંદ મેઘાણીની ‘વેવિશાળ’નું રશિયન -ચાઈનીઝ ભાષામાં રૂપાંતર, અર્વાચીન સાહિત્યની 10 મહાન કૃતિઓમાં સ્થાન

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

1939માં પ્રગટ થયેલ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લિખિત લોકપ્રિય નવલકથા `વેવિશાળ’નું અર્વાચીન ભારતીય સાહિત્યની 10 મહાન કૃતિઓમાં ચયન કરીને ભારત સરકારની સાહિત્ય અકાદમી દ્વારા રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદિત આવૃત્તિ પ્રગટ થઈ છે. 30 નવેમ્બર 2020 નાં રોજ શાંઘાઈ સહયોગ સંગઠન દ્વારા વર્ચુઅલ બેઠકમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ આ કાર્ય પૂર્ણ થયું હોવાની જાહેરાત કરી હતી. તમામ ગુજરાતનો માટે આ ગર્વ ની વાત છે.

જૂન 2019માં કઝાકિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલ શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) શિખર સમ્મેલનમાં ભારતીય સાહિત્યની 10 મહાન અદ્વિતીય કૃતિઓનો રશિયન અને ચાઈનીઝ ભાષામાં અનુવાદ કરીને પ્રકાશિત કરવામાં આવશે તેવી ઘોષણા પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી.

અંગ્રેજી અનુવાદ પરથી બીજી ભાષામાં રૂપાંતર
ઝવેરચંદ મેઘાણીના પુત્ર અશોક મેઘાણી દ્વારા 2002માં અનુવાદિત અને સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત અંગ્રેજી આવૃત્તિ `The Promised Hand’ પર આ રશિયન (અનુ. કુલદીપ ધીંગરા) - ચાઈનીઝ (અનુ. Liu Jinxiu) ભાષાની અનુવાદિત આવૃત્તિઓ આધારિત છે. 2004માં ફ્રાંસમાં વસતાં ગુજરાતી મોઈઝ રસીવાલાએ `વેવિશાળ’નો સીધો ગુજરાતીમાંથી ફ્રેંચ ભાષામાં અનુવાદ કરીને ત્યાં પ્રકાશિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો