ધસારો:કોરોનામાં મૃતકના પરિવારને સહાય માટે ધસારો, 60 અરજી

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50000ની સહાય મેળવવા લેભાગુ તત્વો સક્રિય
  • હોસ્પિ.માંથી સર્ટિફાઇડ નકલ સાથે જન્મ મરણ નોંધણી રજીસ્ટાર પાસે રજૂ કરવાની

કોવિડમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને સરકાર દ્વારા 50 હજાર રૂપિયાની આર્થિક સહાય જાહેર કરવામાં આવી છે જે માટે નિયત કરેલા દસ્તાવેજો સાથે જન્મ-મરણ નોંધણી રજિસ્ટ્રારને ફોર્મ રજૂ કરવાનુ છે. ભાવનગર શહેરમાં જ આજે પ્રથમ દિવસે 60 જેટલી અરજી આવી હતી. ભાવનગર શહેરમાં 60 જેટલી અરજીઓ કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોએ રજૂ કરી હતી. આર્થિક સહાય મેળવવા માટે કોરોનામાંથી મૃત્યુ ના પામ્યા હોય છતાં કોરોનામાં ખપાવવાના પ્રયાસ કરનારા તત્વો પણ સક્રિય હશે જે માટે તંત્રએ સતર્કતા દાખવવી પણ જરૂરી છે.

જન્મ મરણ નોંધણીની બારીએ નિયત કરેલા દસ્તાવેજો સાથે પરિશિષ્ટ 1 નું ફોર્મ ભરીને આપવાનું રહેશે. પરિશિષ્ટ 1 ફોર્મ સાથે ફોર્મ નંબર 4 અને 4/અ કોઝ ઓફ ડેથ અંતર્ગત ભરેલ ફોર્મ સહી સિક્કા સાથે, કોવિડ 19 માં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ જોગ સર્ટી સહી સિક્કા સાથે, ફોર્મ 2 પીળુ ફોર્મ જે વ્યક્તિના મરણ થયા અંગેનો અને ઓનલાઈન જે ફોર્મ ભરેલ છે તેના ઉપરથી પ્રિન્ટ સહી સિક્કા સાથે જે તે હોસ્પિટલમાં મરણ પામેલ હોય તે હોસ્પિટલમાંથી સર્ટિફાઇડ નકલ મેળવ્યા બાદ કચેરીએ આપવા જવાનું રહેશે. ત્યારબાદ MCCD પ્રાપ્તના પ્રમાણપત્ર અપાશે.

અન્ય સમાચારો પણ છે...