ભાવનગર માટે ગૌરવની વાત:રૂપાવટી ગામના યુવાનની બાસ્કેટ બોલથી આંતરરાષ્ટ્રીય ખેલાડી સુધીની યાત્રા

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામનો વતની અને આર્થિક રીતે સંકડામણ અનુભવતો વિવેક ગોટી નામનો યુવાન ગામમાં ધો.12નો અભ્યાસ પૂરો કરી રોજગારી માટે એક દિવસ હીરા ઘસાવા સૂરતની વાટ પકડી હતી. વિવેક 6 ફૂટ 8 ઇંચની ઉંચાઈ ધરાવતો હતો. વિવેક ગોટીને કલ્પના પણ નહીં હોય કે સૂરતમાં હીરા ઘસતા ઘસતા પોતે હીરાની જેમ ઘસાઈ ને એક દિવસ એ પોતે હીરો બની જશે. હીરા બજારમાં મંદી આવતા હીરાની દલાલી તરફ વળવાની વિવેક ગોટી ને ફરજ પડી ત્યારે તેના એક મિત્રએ શહેરના નામાંકીત બાસ્કેટ બોલ ખેલાડી અને કોચ એવા રાજેશ ભાલાવાળા સાથે મુલાકાત કરાવી.

યુવાન આર્થિક રીતે સંકડામણ અનુભવતો
સૂરતના જાણીતા બાસ્કેટ બોલ કોચ રાજેશ ભાલાવાળા એક ગરીબ પરિવારના યુવાન બાસ્કેટ બોલ ખેલાડી બન્યો તેની વાત કરતા કહે છે કે, એક નાનકડા ગામનો યુવાન આર્થિક રીતે સંકડામણ અનુભવતો હતો. 12મું ધોરણ પાસ કરી રોજગારી માટે સૂરતની વાટ પકડી લીધી એવા યુવાનને બાસ્કેટ બોલના એક કોચ મળી ગયા અને શરૂ થઈ બાસ્કેટ બોલના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકેની જીવન યાત્રા...વાત જાણે એમ છે કે, રાજેશ ભાલાવાલાની તાલીમમાં બાસ્કેટબોલ ખેલાડી તરીકે જીવનની યાત્રા શરૂ
રાજેશભાઈ વિવેકની ઊંચાઈ જોઈ બાસ્કેટ બોલના અસલ ખેલાડી તરીકે હીરાને પારખી ગયાં હતો, બસ પછી તો સૂરત યુનિવર્સિટીના બાસ્કેટબોલ મેદાનમાં સવારે છ વાગ્યેથી પ્રેક્ટિસ શરૂ કરી અને કોચ રાજેશ ભાલાવાલાની તાલીમમાં બાસ્કેટબોલ ખેલાડી તરીકે જીવનની યાત્રા શરૂ થઇ. બાસ્કેટ બોલની રમત અર્થે કચ્છની મુલાકાત દરમિયાન બાસ્કેટ બોલ એસોસીએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે તેને રમતો જોયો તેમણે પણ જોયું કે, આ યુવાનમાં અંતરરાષ્ટ્રીય ખેલાડી બનવાની સંભાવના ખૂબ છે.

વિવેક ઉપર ઇન્ડિયન નેવીની નજર પડી
તેમણે પોતે ખર્ચ ઉઠાવી ભાવનગર બાસ્કેટબોલ એકડેમીમાં એડમીશન કરાવ્યું. બસ પછી તો વિવેક વિવિધ સ્પર્ધાઓ ટીમને અગ્રેસર કરવામાં મહત્વનું યોગદાન આપી નામના મેળવી. આખરે વિવેક ઉપર ઇન્ડિયન નેવીની નજર પડી અને નેવીમાં ઓફિસરની નોકરી સ્વીકારી લીધી હાલ ઇન્ડિયન નેવીની બાસ્કેટ બોલ ટીમના આંતરરાષ્ટ્રીય ખેલાડી તરીકે દેશ -વિદેશમાં પ્રતિનિધિત્વ કરે છે અને હાલમાં તે લોનાવાલામાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...